સંવર્ધન યોજના:મહેસાણી ભેંસનું દિવસનું 24.62 લિટર દૂધ આવ્યું, બનાસડેરી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂધ માપણી માટે પ્રયોગ કરાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાંકરેજી ગાયનું 22.40 લીટર દૂધ આવ્યું

બનાસકાંઠામાં મહેસાણી ભેંસના સંવર્ધન માટે ઓક્ટોબર 2020 માર્ચ 2021 સુધી વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂધ માપણી કરવામાં આવી હતી જેમાં એક દિવસનું વધુમાં વધુ દૂધ 24.62 લીટર આવ્યું હતું જ્યારે સરેરાશ ફેટ 6.02 ટકા આવ્યું હતું તો વળી કાંકરેજી ગાયનું 22.40 લીટર દૂધ આવ્યું, હતું જ્યારે સરેરાશ ફેટ 4.14 ટકા જેટલું ઉત્સાહ વર્ધક રહ્યું હતું.

બનાસ ડેરી દ્વારા મેહસાણી ભેંસના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તાના પાડાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરીને ચયન (પ્રોજની ટેસ્ટીંગ), જનીન વિજ્ઞાનનો ઉપયોગ કરીને પાડાનું મૂલ્યાંકન અને ચયન (જીનોમિક સીલેક્શન), પશુદીઠ વધુ દૂધ ઉત્પાદન સ્પર્ધા, પાડી ઉછેર કાર્યક્રમ અને મહેસાણી ભેંસના દૂધને સારા ભાવ મળે તે માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. મહેસાણી ભેંસ કદમાં મધ્યમ બાંધાની પરંતુ દૂધ ઉત્પાદન અને પ્રજનનની ઉત્તમ ક્ષમતા ધરાવતી સેંકડો વર્ષોથી જાણીતી જાત છે.

મુંબઈમાં અહીંથી જ આ મહેસાણી ભેંસો દૂધ માટે વર્ષોથી લઈ જવાય છે. જોકે ડેરીએ તેની સુધારણા માટે ઓકટો.2020 થી માર્ચ 2021ના સમયગાળામાં પશુ દીઠ દૂધ ઉત્પાદકતા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂધ માપણી કરીને સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેનાર વિજેતા 28 મહેસાણી ભેંસોના પરિણામો ઉત્સાહ જનક રહ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે આવનાર મહેસાણી ભેંસનું 1 દિવસનું માપેલ મહત્તમ દૂધ 24.62 લિટર જેટલું રહ્યું હતું જ્યારે ભાગ લીધેલ 28 મહેસાણી ભેંસોનું 1 દિવસનું માપેલ કુલ દૂધ 564.32 લિટર રહ્યું હતું જ્યારે દૂધનો સરેરાશ ફેટ 6.02%રહ્યું હતું.

જ્યારે કાંકરેજ ગૌસંવર્ધનમાં સારવાર, બીજદાન, ઉત્તમ નંદી પસંદ કરી અને તૈયાર કરવાના જુદા જુદા કાર્યક્રમો અમલી છે. જોકે સ્પર્ધામાં વિજેતા 21 કાંકરેજ ગાયોની દૂધના પરિણામો શ્રેષ્ઠ હતા. જેમાં પ્રથમ ક્રમે આવેલી ગાયનું એક દિવસનું 22.40 લિટર જ્યારે સ્પર્ધામાં ભાગ લીધેલ 21 ગાયોનું માપેલ 1 દિવસનું કુલ દૂધ 386.31 લિટર સરેરાશ 1 દિવસનું દૂધ - 18.40 લીટર અને સરેરાશ ફેટ 4.14% રહ્યો હતો.