તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાલનપુરના અલીગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતાં મહેસાણાના તબીબનું મોત

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે વ્યકિતઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા

પાલનપુર - માલણ રોડ ઉપર અલીગઢના પાટીયા પાસે રવિવારે સાંજના સુમારે એક કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં મહેસાણાના તબીબ ડો. હર્ષિલ પટેલ (ઉ.વ. 26) રહે.નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે બે જણા ને ઇજાઓ થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

માલણ રોડ ઉપર પુરઝડપે પસાર થઇ રહેલી કારના ચાલકે કોઇ કારણોસર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકો અંદર ફસાઇ ગયા હતા.જેમાં મહેસાણાના તબીબ ડો. હર્ષિલ પટેલ (ઉ.વ. 26) નું મોત થયું હતુ. ક્રેઇનની મદદથી કારને ઝાડથી અલગ કરી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં દરમિયાન પાલનપુર 108ના પાયલટ ભરતભાઇ પરમાર, ઇઅેમટી ખુશ્બુબેન મન્સુરી, વિરમપુર 108ના પાયલટ ભવાનજી ઠાકોર, ઇએમટી રાહુલભાઇ ચૌહાણ અને વિરમપુર 108ના પાટલટ અરવિદભાઇ ગઢવી, ઇએમટી કિરણભાઇ પટેલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.આ અકસ્માતમાં કિશોરસિંહ દિલીપસિંહ બારડ (ઉ.વ.24) રહે. પાલનપુર તેમજ અજાણ્યા પુરૂષને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો