તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના:પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગામોના વિકાસ માટે કલેકટર અધ્યક્ષસ્થાને બેઠક

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 3 ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરાઇ

બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિની 50 ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી જિલ્લાની વિવિધ અમલીકરણ કચેરીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગામોના વિકાસ અંગેની સમીક્ષા માટે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સોમવારે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ ત્રણ ગામોમાં ચાલતા વિકાસકામોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં પસંદ કરાયેલા આ ત્રણ ગામોમાં માળખાકીય ભૌતિક સુવિધાઓ વિકસાવવા માટે પ્રત્યેક ગામને રૂ. 20-20 લાખની ગ્રાન્ટ અલગથી આપવામાં આવે છે.

જેમાં રસ્તા, પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, કૃષિ પધ્ધતિ વગેરે નાણાંકીય બાબતો,ડીઝીટાઇઝેશન તથા રોજગાર અને કુશળતા વિકાસ પર હાથ ધરાયેલ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...