દારૂના વેપલા પર પોલીસની તરાપ:માવસરી પોલીસે દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી, રૂ. 2.65 લાખથી વધુનો મુદ્દામાલ જબ્બે, ત્રણની ધરપકડ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1104 જેટલી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવસરી વિસ્તારમાં ખાનગી વાહનોના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં મીઠા વીરાણા ગામથી પાનેસડા જતાં કાચા રસ્તેથી એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. જેમાં માવસરી પોલીસે 1104 જેટલી દારૂની બોટલો સહિત કુલ 2 લાખ 65 હજાર 900 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ ત્રણ ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માવસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવસરી વિસ્તારમાં ખાનગી વાહનોના પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાતના મીઠા વીરાણા ગામથી પાનેસડા જતા કાચા રસ્તે બાતમીના આધારે એક બોલેરો ગાડી નંબર જી.જે.08 એ.ઇ.,3234 ઝડપી હતી. જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 1104 જેની કિંમત 1 લાખ 10 હજાર 400 રૂપિયા સહીત કુલ 2 લાખ 65 હજાર 900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે 1. મહિપતસીંહ ચૌહાણ 2. ગમન ઉર્ફે. ગુમાનસિંહ ચૌહાણ 3. મલાભાઇ ઉર્ફે. મનોજ રબારીને ઝડપી તેમની વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...