તસ્કરી:પાલનપુરની ચામુંડા સોસા.માં બંધ મકાનમાંથી રૂ.8 લાખની મત્તા ચોરી

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવાર બહાર ગામ ગયોને તસ્કરો રોકડ, દરદાગીના ચોરી ગયા

પાલનપુર સોનબાગ વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી બુધવારે રાત્રે તસ્કરોએ રૂપિયા આઠ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર સોનબાગ વિસ્તારમાં આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતા ઇશ્વરભાઇ પરમાર પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા.

ત્યારે બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં મકાનમાં પડેલી તિજોરી તોડી અંદરથી રૂપિયા 1 લાખ રોકડા તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ અંદાજીત રૂપીયા 8 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે વહેલી સવારે જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...