અંબાજી આરતી–દર્શનના સમયમાં ફેરફાર:અંબાજીમાં યાત્રાળુઓની સગવડ ખાતર નવા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં કરાયો ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે આગામી તહેવારોને પગલે યાત્રાળુઓની સગવડ ખાતર બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે. જેના અંતર્ગત તા. 05 નવેમ્બર, 2021ને શુક્રવારે (બેસતું વર્ષ) આરતી સવારે 6:00થી 6:30, દર્શન સવારે 6:30થી 10:45, રાજભોગ બપોરે 12:00થી 12:15, અન્નકુટ આરતી 12:15થી 12:30, દર્શન બપોરે 12:30થી 16:15, આરતી સાંજે 18:30થી 19:00, દર્શન સાંજે 19:00થી 23:00 પ્રમાણે રહેશે.

આ સિવાય તા. 06 નવેમ્બર, 2021 કારતક સુદ બીજથી તા. 09 નવેમ્બર, 2021 લાભ પાંચમ સુધી આરતી સવારે 6:30થી 7:00, દર્શન સવારે 7:00થી 11:30, રાજભોગ બપોરે 12:00, દર્શન બપોરે 12:30થી 16:15, આરતી સાંજે 18:30થી 19:00, દર્શન સાંજે 19:00થી 23:00 પ્રમાણે રહેશે. તેમજ તા. 10 નવેમ્બર, 2021થી દર્શન-આરતીનો સમય આરતી સવારે 7:30થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ બપોરે 12:00, દર્શન બપોરે 12:30થી 16:15, આરતી સાંજે 18:30થી 19:00, દર્શન સાંજે 19:00થી 21:00 મુજબ યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...