વિવાદ:ભીલડીમાં જુના મકાને માતાજીને દીવો કરવા જતાં મારામારી થઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડીસા તાલુકાના નવી ભીલડી ખાતે રહેતો પરિવાર પોતાના કુટુંબના પરિવારના જુના મકાને દીવો ધૂપ અને અગરબત્તી કરવા જતા મારામારી થતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવી ભીલડીમાં રહેતા આરતીબેન ઠાકોર શુક્રવારે તેમના કાકા વદનજી ઠાકોર સાથે સાંજના 9 વાગ્યાના સુમારે દીવોધુપ કરવા માટે જુના મકાને ગયા ત્યારે કકીબેન ઠાકોર પોતાના હાથમાં લાકડી, જીતુજી ઠાકોર હાથમાં લોખડની પાઇપ અને જીગરજી ઠાકોરના હાથમાં વોંસી લઈને તૈયાર બેઠેલા હતા.

ત્યારે આરતીબેન અને તેમના કાકા ને જોઈને જેમતેમ અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે તમારા કાગળો અને વસ્તુઓ વાળી બેગ મારી પાસે છે તે તમે લઈ શક્યા નથી તો બીજું શું તોડી લેવાના. જેથી આરતીબેન અને તેમના કાકા એ અપશબ્દો બોલવાની ના પાડતાં ત્રણેય જણ ઉશ્કેરાઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યા જેથી બુમાબુમ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા સમજાવ્યા અને જતા જતા ધમકીઓ આપતા જતા રહેલા કે આ ઘરે પગ મુકીશ તો તમારું ખુન કરી નાખીશ ત્યારે આરતીબેનએ ભીલડી પોલીસ મથકે કકીબેન કાળુજી ઠાકોર, જીતુજી કાળુજી ઠાકોર અને જીગરજી કાળુજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...