તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં સતત કેસનો કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસોનો વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર સતર્ક બન્યુ છે. અમીરગઢ તાલુકા પોલીસ દ્વારા ઇકબાલગઢમાં આજરોજ માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમીરગઢ પી.એસ.આઇ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને માસ્ક આપી ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યુ હતુ. અમિરગઢ પી.એસ.આઈ દ્વારા ઇકબાલગઢના વેપારીઓને પણ કડકાઈથી ફરજીયાત માસ્ક તેમ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું કહ્યું છે. જોકે ઇકબાલગઢ વેપારી દ્વારા કેટલા અંશે સરકારી ગાઈડલાઈનનું પાલન કરે છે એ તો જોવાનું રહ્યું છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.