તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા માસ્ક વિતરણ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા બુધવારે સાંજે મુખ્ય જેલ, ટ્રાફિક કંટ્રોલ યુનિટ મુખ્ય ઓફિસ, માહિતી ખાતા ઓફિસમાં માસ્ક તથા સેનીટાઈઝર બોટલનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલના અધિકારી વી.ટી.ગોહિલ, માહિતી અધિકારી રેસુંગભાઈ ચૌહાણ, ટ્રાફિક યુનિટ અધિકારીઓએ સેવાકાર્ય બદલ લાયન્સ ક્લબ પાલનપુરના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં પ્રમુખ સીએ મૂલચંદ ખત્રી, પ્રોજેક્ટ ચેરમેન ડો.સુરેન્દ્ર ગુપ્તા, મંત્રી સુરેશભાઈ યોગી, ખજાનચી પંકજ ગુપ્તા, કનુભાઈ દવે અને વાસુભાઈ મોદી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...