બજારોમાં ખરીદીમાં ભારે તેજી:દીપાવલી પૂર્વે છેલ્લી ઘડીની ખરીદી માટે બજારો ઊભરાયા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારને વધાવવા લોકોમાં ઉત્સાહ

બે વર્ષ બાદ બજારોમાં ખરીદીમાં ભારે તેજી જોવા મળી છે.છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. જિલ્લામાં બે વર્ષથી કોરોનાનો કહેર હોવાથી વેપાર- ધંધા ઠપ થઇ ગયા હતા.કોવિડના નિયમોના પાલનના કારણે પ્રજાજનો ઉત્સવો ઉજવી શક્યા ન હતા. જોકે, આ વર્ષે કુદરતની મહેર થતાં કોરોનાના કેસો નથી.

સરકારે પણ નિયમોમાં છુટછાટ આપતાં પ્રજાજનોમાં દિપાવલી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. જ્યાં જિલ્લામાં બુધવારે દિપાવલીની પૂર્વ સંધ્યાએ બજારોમાં વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે ભીડ જોવા મળી હતી. જ્યાં દિપાવલની રાત્રે પાલનપુરમાં રૂપિયા 50 લાખના ફટાકડા ફૂટશે.