તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક બનવા પામ્યો હતો. જેમાં એક પિકઅપ વાન પલ્ટી મારી ગયી હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાની થઈ નથી.
દુર્ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીકથી ખાતર ભરેલી પીકઅપ વાન પસાર થઈ રહી હતી. પરંતું નેશનલ હાઇવે ઇકબાલગઢ નજીક પિકઅપ વાનનું અચાનક જ ટાયર ફાટી જતાં વાન પલટી ખાઈ ગઈ હતી. આ વાન પાલનપુરથી આબુરોડ પર ખાતર ભરીને જઈ રહી હતી. તે સમય દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જોકે સદનસીબે આમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નહોતી અને ચાલકનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો હતો.
પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતા એલ એન ટી સ્ટાફના મેમ્બરો પણ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ગાડીને ક્રેઈન મારફતે ઉભી કરીને તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટનાને આધારે ગણતરીના સમયમાં તે સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.