તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડગામના માહીની ફેક્ટરીના સંચાલકોને ઘીમાં ભેળસેળ મુદ્દે 3 લાખનો દંડ ફટકાર્યો

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝડપાયેલા 899 કિલો ગાયના ઘીના જથ્થાને નાશ કરવા હુકમ
 • થરાદમાં રોટલી પર ઘીની જગ્યાએ હલકી કક્ષાનું વેજ ફેટ લગાવનાર હોટેલને 50 હજાર, વિતરક પેઢીને 1લાખ, જ્યારે ઉત્પાદક પેઢીને 5 લાખનો દંડ કર્યો

પાલનપુર નિવાસી કલેકટરે ફેલ થયેલા સેમ્પલ સામે સુનાવણી કાર્યવાહી હાથ ધરી જુદાજુદા 2 કિસ્સામાં દંડાત્મક કાર્યવાહીનો આદેશ કર્યો હતો. જેમાં માહીની ફેક્ટરીમાંથી ઝડપાયેલો 899 કિલો ગાયના ઘીના જથ્થાને નાશ કરવા તેમજ ફેક્ટરી સંચાલકોને 3 લાખનો દંડ પાઠવવા હુકમ કર્યો હતો જ્યારે થરાદમાં રોટલી પર ઘીની જગ્યાએ હલકી કક્ષાનું વેજ ફેટ લગાવનાર હોટેલને 50 હજાર, વિતરક પેઢીને એક લાખ, જ્યારે ઉત્પાદક પેઢીને 5 લાખનો દંડ પાઠવ્યો છે.

વડગામ તાલુકાના માહી ગામમાં ગત ફેબ્રુઆરી મહિનામાં સિદ્ધિવિનાયક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમે દરોડા પાડી 2.78 લાખની કિંમતનો 899 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી સૅમ્પલ લેબમાં મોકલ્યા હતા જેમાં પામ ઓઇલ સહિતનું મિશ્રણ હોવાનું સામે આવતા ફૂડ સેફ્ટી વિભાગે અધિક કલેકટરની કોર્ટમાં પેઢી સામે કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. જેની સુનાવણી દરમિયાન અધિક કલેક્ટરે 899 કિલો ઘી નો નાશ કરવાનો હુકમ કર્યો હતો જ્યારે પ્રોપરાઇટર રાહુલ રતિલાલ હેરુવાલા અને રતિલાલ રામચંદ હેરુવાલાને ત્રણ લાખના દંડનો હુકમ કર્યો હતો.

આ ઉપરાંત થરાદ-સાંચોર હાઇવે પર આવેલી હોટલ સર્વોત્તમ રોટલી પર લગાવાતા ઘીની જગ્યાએ હોટેલ સંચાલકો ઓસ્કાર લાઈટ ટેબલ સ્પ્રેડ વેજફેટ લગાવતા હતા જેનું ગત વર્ષે સેમ્પલ લેવાયું હતું જે મીસ લીડિંગ આવતા અધિક કલેકટરે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હોટેલ સર્વોત્તમના ભરત વર્ધાજી બારોટ, વિતરક પેઢી વલ્લભ કૃપા રાજમહેલ રોડ પાટણના હાર્દિક ગિરીશ ઠક્કરને 1 લાખ, વિમલ ઓઇલ એન્ડ ફૂડ્સ લિમિટેડના હાર્દિક ડી પટેલને 5 લાખનો દંડ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો