સહાય:કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અંતર્ગત 191 દીકરીઓને 20.86 લાખનું મામેરૂ

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1241 ગરીબ પરિવારોને 5.91 કરોડની મકાન સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર દ્વારા દીકરીના લગ્નપ્રસંગે કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના તેમજ ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે મકાન સહાય અને મૃત્યુ બાદ કુટુંબ સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે છે. તેમાં બનાસકાંઠામાં ચાલુ વર્ષે ગરીબ પરિવારોની 191 દીકરીઓને 20.86 લાખનું મામેરૂ સરકારે ભર્યુ છે. જ્યારે મકાન સહાયમાં પણ સરકારે સારી એવી ગરીબ પરીવારોને મદદ કરી ઘરનું ઘર બનાવી આપ્યું છે.

સરકાર દ્વારા ગરીબ પરિવારની દિકરીઓને લગ્નપ્રસંગે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત મામેરૂ કરવામાં આવે છે. જેને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 191 ગરીબ દીકરીઓને રૂ.20.86 લાખ મામેરા સ્વરૂપે ચૂકવવામાં આવ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા ગરીબ પરિવારો કે જેઓને ઘરનું ઘર મળી રહે તે માટે પણ સરકારની મકાન સહાય યોજના અમલમાં છે. તેમાં જિલ્લામાં 1241 ગરીબ પરીવારોને 5.91 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત કુટુંબનો મુખ્ય મોભી મૃત્યુ પામે ત્યારે કુટુંબના માથે મોટી આફત આવી પડે છે અને આવા સમયે કુટુંબને સહાય ચૂકવવા માટે સરકારે કુટુંબ સહાય યોજના અમલમાં મુકેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુ બાદ 510 પરિવારોને 25.50 લાખ જેટલી સહાય ચૂકવવામાં આવી છે.

સ્કોરલશિપમાં આટલી સહાય ચૂકવાઈ
SCW 1 ના 55809 વિદ્યાર્થીઓને 3 કરોડ 28 લાખ 32 હજાર,
SCW 3 ના 50866 વિદ્યાર્થીઓને 15 કરોડ 31 લાખ 59 હજાર
SCW 4 ના1446ના વિદ્યાર્થીઓને 37.41 લાખની સ્કોલરશીપ ચુકવાયા

અન્ય સમાચારો પણ છે...