રાણપુરવા યુવકનો આપઘાત:‘સંજયસિંહ બાપુને હવે બાપુ બનાવજો તેઓએ મને મરવા માટે મજબૂર કર્યો છે’ કહી અંતિમ રેકોર્ડિંગ કરી યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • રાણપુર ઉ.વાસના યુવકે 25 દિવસ અગાઉ પાલનપુર નજીક આપઘાત કર્યો હતો
  • ઉ.વાસના શખ્સે મોબાઇલ લઇ ત્રણ યુવકોના ફોટામાં નામની નીચે બાપુ લખી તે ફોટો ગૃપમાં વાયરલ કરતાં સાત શખ્સોએ ધમકી આપી યુવકને મરવા માટે મજબુર કર્યો

ડીસાના રાણપુર ઉગમણાવાસના યુવકે 25 દિવસ અગાઉ પાલનપુર નજીક ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. આ કેસમાં યુવકે મરતાં અગાઉ કરેલું ઓડિયો રેકોર્ડિંગ બહાર આવતાં મોતનું રહસ્ય બહાર આવ્યું છે. જેમાં ગામના શખ્સે એક યુવકનો મોબાઇલ લઇ તેમાં રહેલા ત્રણ યુવકોના ફોટા નીચે બાપુ લખી અન્ય વોટસએપ ગૃપમાં વાયરલ કર્યા પછી સાત શખ્સોએ ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતાં યુવકે ટ્રેન નીચે પડતું મુકયું હતુ. આ અંગે મૃતક યુવકના પિતાએ પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ડીસા પોલીસ મથકે ટ્રાન્સફર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રાણપુર ઉગમણાવાસના દીપકકુમાર નવુભાઇ રાવળ (ઉ.વ. 19)એ તારીખ 8 સપ્ટેમ્બર 2021ની રાત્રે પાલનપુર નજીક ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. જોકે, યુવકે મરતાં અગાઉ કરેલું ઓડિયો રેકોર્ડિંગ મળતાં તેના મોતનું રહસ્ય ઉકેલાયું છે. જેમાં દીપકકુમાર, મેહુલભાઇ અરવિંદભાઇ અને રાજુભાઇ વશાભાઇએ રાજુભાઇના મોબાઇલમાં ગૃપ ફોટો પાડ્યો હતો. જે મોબાઇલ ગામના સંજયસિંહે લઇ ત્રણેયનો ફોટો દરબાર સમાજના અલગ અલગ ગૃપો તેમજ મહાકાલસેના ગૃપમાં મુકી તેના નીચે રાજબાપુ, દીપકબાપુ મેહુલ બાપુ લખી વાયરલ કર્યો હતો.

જે બાદ સાત શખ્સોએ ગૃપમાં ચેટીંગ કરી ધમકીઓ આપી હતી. તેમજ દીપકના ઘરે જઇ દીપક બાપુ બની ગયો છે. તેને જીવતો છોડીશુ નહી તેમ કહી ધમકીઓ આપી હતી. માનસિક ત્રાસ આપી મરવા માટે મજબુર કર્યો હોવાનું બહાર આવ્યુ હતુ. આ અંગે મૃતકના પિતા નવુભાઇ રેવાભાઇ રાવળે પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ડીસા રૂરલ પોલીસ મથકે ટ્રાન્સફર થતાં પોલીસે સાત શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સેલ્ફી અંતિમ બની ગઈ યુવકે મરતાં પહેલા ઓડિયો રેકર્ડ કરી શુ કહ્યુ
દીપકભાઇએ મરતાં પહેલા પોતાના મોબાઇલમાં ઓડિયો રેકોર્ડિગ કર્યુ હતુ. જેમાં તે જણાવે છે કે, સંજયસિંહ બાપુને હવે બાપુ બનાવજો. તેઓએ મને ધમકી આપી છેલ્લે મરવા મજબુર કરેલ છે. એટલે મારે આ કામ કરવુ પડે છે. દીપકે ટ્રેકના ફોટા પણ પાડ્યા હતા.

કોની સામે દુપ્રેરણનો ગૂનો નોંધાયો
1. સંજયસિંહ જેણસિંહ દરબાર (રહે. રાણપુર ઉ.વાસ તા. ડીસા)
2. હોનસિંગ હરીસીંગ દરબાર (રહે. બુરાલ તા. ડીસા)
3. જેહુસિંગ હરીસીંગ દરબાર (રહે. બુરાલ તા. ડીસા)
4. વસંત હોજમલ દરબાર (રહે. ભડથ તા. ડીસા)
5. વિજુસીંગ ઇશ્વરસીંગ દરબાર (રહે. રાણપુર ઉ.વાસ)
6. રમેશસીંગ અનુપસીંગ દરબાર (રહે. રાણપુર ઉ.વાસ.)
7. અદુસિંહ ઝવેરસિંહ દરબાર ( રાણપુર ઉ.વાસ)

અન્ય સમાચારો પણ છે...