તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકીમાં વધારો:વોર્ડ નંબર 3માં મુખ્ય રસ્તો તૂટેલો, વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વર્ષોથી ઝઝૂમતો વિસ્તાર

પાલનપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નંબર 3 માં કચરાપેટીઓ હટાવી પણ કચરો ત્યાંજ ફેંકાય છે. - Divya Bhaskar
વોર્ડ નંબર 3 માં કચરાપેટીઓ હટાવી પણ કચરો ત્યાંજ ફેંકાય છે.
 • ગ્રાન્ટ ફાળવણીમાં પણ નગરપાલિકા દ્વારા રખાતો ભેદભાવ

પાલનપુર શહેરના વોર્ડ નંબર 3મા કોંગ્રેસમાંથી આશાબેન રાવલ, રાજુ માળી, અશોક જોષી અને જ્યોત્સના પરમાર ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અધવચ્ચે રાજુ માળી કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયો અને આ વખતે ભાજપમાંથી ફોર્મ ભર્યું છે. એવું કહેવાય છે કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ વિકાસના કામો માટે વારંવાર પાલિકામાં લેખિત રજૂઆતો કરવી પડી.વોર્ડમાં મહત્વની સમસ્યા વરસાદી પાણીના નિકાલની છે.

અત્યંત ભયાનક બાબત એ છે કે ટેલિફોન એક્સચેન્જથી માલણ દરવાજાના મુખ્ય માર્ગ પર જ ચેમ્બરો બનાવવામાં આવી છે. વરસાદના ચોખ્ખા પાણી ભૂગર્ભ ગટરમાં જાય એમાટે ચેમ્બરના ઢાંકણા ખોલી દેવામાં આવે છે અને વરસાદી પાણીની સાથે તેમાં કચરો પણ જાય છે જેના લીધે પાઇપલાઇન ચોકઅપ થાય છે અને પરિણામ સ્વરૂપ રોડ ખોદી પાઈપલાઈન રિપેર કરવામાં આવે છે જેના લીધે વારંવાર મુખ્ય રસ્તો વર્ષોથી ઊબડખાબડ રહે છે. અને નેતાગીરીની અણઆવડત છતી થઈ જાય છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં વરસદીપનીના નિકાલ, પારાવાર ગંદકી, ડંપિંગ સાઈટનો ધુમાડો, ખુલ્લા નાળામાં મૃત પશુઓ, કચરપેટીઓ હટાવી જાહેરમાં કચરાના ઢગલા ખુલ્લામાં મૂત્રવિસર્જન સહિતની સમસ્યા ઘેરાયેલી છે.​​​​​​​

વોર્ડ નંબર 3ના વિસ્તાર
બરફની લાઠી, હરિઓમ સોસાયટી, બ્રિજેશ્વર કોલોની, શિવનગર શક્તિનગર, શક્તિ નગર ભાગ 2, રૂપપુરા, હમીરબાગ, કંથેરીયા હનુમાન, વડલીવાળુપરુ, પટેલવાસ, કસ્બાવાસ, વણકર વાસ, વાલ્મીકિ વાસ, ઓડવાસ, મફતપુરા, માલણ દરવાજા , કમાલપુરા, સાત સંચા ભકતોની લીંમડી,

વર્ષોથી ટાંકી ઓવરફ્લો થાય છે:
કંથેરિયા હનુમાન મંદિર નજીક રહેતા રહીશે જણાવ્યું કે 20 વરસથી અહીં રહીએ છીએ વારંવાર ફાંસીયા ટેકરાની પાણીની ટાંકી ઓવરફ્લો થાય છે,આવી જ ફરિયાદ હમીરબાગ સંપ સામે રહેતા વણઝારા પરિવારે કરી હતી.સંપમાં પાણી ઓવરફ્લો થતા બધું પાણી ઘર આગળ પડ્યું રહે છે."

કચરાપેટીઓ હટી પણ કચરો ત્યાં જ નંખાય છે:
વડલીવાળા પરામાં રહેતા જયેશભાઇએ જણાવ્યું કે "વોર્ડમાંથી જાહેર જગ્યાઓ પર અગાઉ કચરાપેટીઓ હટાવી લીધી છે. જેથી હવે ખુલ્લામાં કચરો નંખાય છે પણ રોજ ઉપડતો નથી. લોકો ખુલ્લામાં પેશાબ કરેછે. ક્ષોભજનક સ્થિતિ છે."

વરસાદી પાણી ભરાઈ જાય છે.
હરિઓમ સોસાયટી વિસ્તારનારહીશે જણાવ્યું કે બરફના લાટી વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી ગટરના લીધે વ્યાપક દુર્ગંધ મારે છે. વરસાદી સમયે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.

વરસાદી સમસ્યાનો હંગામી ઉકેલ આવ્યો
બ્રિજેશ્વર કોલોની વિસ્તારના લોકોએ આક્રોશ સાથે કહ્યું કે આઝાદી પછી પહેલી વાર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપો નંખાઈ છે પણ તે નાની સાઈઝની છે.જૂની પાઇપો સહેજ નાની હતી.

ખુલ્લા નાળામાં મૃત પશુઓ ફેંકાય છે
શિવનગર સોસાયટીના રહીશ સંજયભાઈ જોશીએ જણાવ્યું હતું કે માનસરોવરરોડ ઇંગ્લીશ મીડીયમ બાજુમાં પાછળના ભાગે ગટરનું પાણી ચાલે છે.પાલિકામાં કોઈ સાંભળતું નથી. કુતરા ભૂંડ ગાય મરેલા પ્રાણીઓ આવે છે. ભયંકર ગંધ મારે છે. રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની?"

ડમ્પિંગ સાઈડનો ધુમાડો વોર્ડ નં.ત્રણ પર ઘુમરાયા કરે છે
ડમ્પિંગ સાઇટ આમ તો આખા પાલનપુર શહેર ને સ્પર્શતી સમસ્યા છે જોકે તેની સૌથી વધુ અસર વોર્ડ નં 3ના રહીશો પર થઇ રહી હોવાનું સામે આવ્યું છે. અહીં ખાનગી પ્રેક્ટિસ કરતા કેટલાક તબીબોએ નામન આપવાની શરતે જણાવ્યું કે આ વિસ્તારમાં દમના દર્દીઓની સંખ્યા ચિંતાજનક વધી રહીછે જેની પાછળ ડંપિંગ સાઈડનું પ્રદુષણ જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો