તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:બનાસડેરીનું મેનેજમેન્ટ જોવા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુનીલ કેદાર બનાસડેરી પહોંચ્યાં

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાસ ડેરી દર મહિને તેના પશુપાલકોના ખાતામાં રૂ. 750 કરોડથી વધુ રકમ ચુકવી રહી છે

બનાસ ડેરીની મુલાકાતે આવેલા મહારાષ્ટ્ર સરકારના પશુપાલન ડેરી વિકાસ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી સુનીલ કેદારે બનાસડેરીના વિક્રમજનક દૂધ સંપાદન અંગેની વિસ્તૃત જાણકારી મેળવી તેમજ બટર અને ચીઝ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.

અમુલ ચીઝ જોઈ પોતે મુંબઈમાં બ્રેકફાસ્ટમાં પણ અમુલ ચીઝ ઉપયોગ કરે છે તેમ પણ જણાવ્યું હતું અને ચીઝની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ દેશમાં ખેડૂતોની આવક ડબલ થાય તે માટે દૂધના વ્યવસાયની સાથે બટાકા પ્રોજેક્ટ, મધ પ્રોજેક્ટ, ગોબરગેસ પ્રોજેક્ટ, ઓઇલ પ્રોજેક્ટ બનાસ મેડિકલ કોલેજ, ટેક હોમ રાશન પ્લાન્ટ જેવા વ્યવસાયોનું બનાસ મોડેલ ઉભું કર્યું છે તે અંગેની બાબતો થી ઇ. એમ. ડી સંગ્રામસિહ એ મંત્રીને અવગત કર્યા હતા.

કો-ઓપરેટીવ મોડલ થકી બનાસ ડેરી દર મહિને તેના પશુપાલકોના ખાતામાં રૂ. 750 કરોડથી વધુ રકમ ચુકવી રહી છે તે જાણીને મંત્રી એ સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. બનાસ ડેરીએ છેલ્લા પાંચ વર્ષમાં અનેક નવા પ્રોજેક્ટ શરૂ કરી પશુ પાલકોની આવકમાં વધારો કર્યો છે. ત્યારે બનાસડેરીના વિકાસને લઇ દેશ ભરમાંથી અનેક રાજ્યના મંત્રીઓ અને ખેડૂતો બનાસડેરીની મુલાકાતે આવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો