તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મહારાણા પ્રતાપની જન્મ જયંતિની પાલનપુર ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી

મહારાણા પ્રતાપની 481મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે પાલનપુર ખાતે મહા પરાક્રમી મહારાણા પ્રતાપની વિવિધ સંગઠનો દ્વારા જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી.

કોવિડ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી

હિન્દૂઓના શોર્યના પ્રતિક સમા મહારાણા પ્રતાપની 481મી જન્મ જયંતિની આજે પાલનપુર ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાઈ હતી. પાલનપુરના કોઝી વિસ્તારમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે તેઓની જીવનગાથાને યાદ કરી તેઓની શોર્યગાથાને યાદ કરતા ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.

મહાકાલ સેના અગ્રણી પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પાલનપુર ખાતે મહાકાલ સેના, કરણી સેના, રાજપૂત સમાજ સહિત વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર હિન્દૂ શોર્યના પ્રતીક મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...