પાલનપુર શ્રી વિજય હનુમાનજી મંદિરના મહંતે કચ્છમાં જઈને સતત 365 દિવસ બંદ મકાનમાં તપ કરી રવિવારે પાલનપુર આશ્રમમાં આવતા ભક્તોએ સામૈયું કરું મહંતને વધાવ્યા હતા. પાલનપુર રામલીલા મેદાન નજીક આવેલ શ્રી વિજય હનુમાનજી આશ્રમના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદ ગીરીજીએ છેલ્લા 42 વર્ષથી પાલનપુરમાં રહે છે જેમને કચ્છના રતડીયા આશાપુરા માતાજીના મઠ ખાતે તેમના ગુરુજીના આશ્રમ શાળામાં જઈને અનુષ્કાન બંધ મકાનમાં જ્યાં સૂર્યનું કિરણ પણ ન આવે તેવા મકાનમાં જઈને સતત 365 દિવસ એટલે એક વર્ષ સુધી મોકળે અન્ન અને જળ લઈને તપ કર્યું હતું.
મહંત જ્યારે કચ્છમાં તપ કરતા હતા તે દિવસથી સતત પાલનપુરના આશ્રમમાં હવન યજ્ઞ ચાલુ રહેતો હતો.શ્રી કલ્યાણાનંદ ગીરીજીને ચાર જેટલી શાળાઓ ચાલે છે.તેમજ 25થી વધારે આશ્રમો છે.જ્યાં ખૂબ સેવા આપે છે. જ્યાં તપ પુર્ણ કરી રવિવારે પ્રથમ વાર પાલનપુર પધારતા શ્રી બત્રીસી પુરોહિત યુવક મંડળ પાલનપુર દ્વારા સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.