તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંતકથા:ભગવાન વિષ્ણુએ રાવણથી છોડાવીને રાજસ્થાનના મંડારના પહાડ પર સ્થાપિત કર્યું લિલાધારી મહાદેવ શિવલિંગ

પાંથાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશનુ એક માત્ર 84 ફુટનુ સ્વયંભૂ શિવલિંગ,286 સીડી ચડ્યા બાદ થાય છે દર્શન

ગુજરાત રાજસ્થાન બોર્ડર પૂરી થયા બાદ સૌથી પહેલુ ગામ અને પાંથાવાડાથી માત્ર 13 કિ.મી દુર મંડારમાં લિલાધારી મહાદેવ આવેલા છે. રાજસ્થાનના શિરોહી જીલ્લાના મંડાર ગામમાં પહાડી પર સ્થાપિત દેશનું એકમાત્ર 84 ફુટનુ સ્વયંભુ શિવલિંગ એ રાવણ સાથે સંકળાયેલુ છે.

હિમાલયમાં રાવણની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે રાવણને વરદાન માગવાનુ કહેતા રાવણે ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવાનું કહેતા ભગવાન શિવ 84 ફીટ ના શિવલિંગ ના રૂપ ધારણ કરી રાવણને કહ્યું તુ જ્યાં સ્થાપિત કરી ત્યાં બિરાજમાન થઇશ ત્યારે રાવણ પોતાના હાથમાં શિવલિંગ ઉઠાવી લંકા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન પોતાની લીલા રચી હાલ જ્યાં લિલાધારી બિરાજમાન છે તે પહાડી પર આવતા રાવણને લધુશંકા આવતા શિવલિંગ ધરતી પર રાખે તો ભગવાન અહી જ સ્થાપિત થઇ જાય તેથી રાવણે આજુ બાજુ નજર કરતાં એક ગોવલીયા હાથમાં શિવલિંગ આપ્યું પોતે લધુશંકા કરવા ગયા પંરતુ જે ગોવાળ હતો તે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર હતો અને શિવલિંગ ભગવાનની ઈચ્છા પ્રમાણે પહાડી પર બિરાજમાન થયા. આમ ભગવાન લિલા ન્યારી હોવાથી લિલાધારી મહાદેવ તરીકે ઓળખ પામ્યા. સ્વયંભૂ શિવલિંગ પહાડની એક ચટ્ટાન પર ટકેલું છે.

દંતકથાઓ

1 : લિલાધારી મહાદેવ મંદિર સાથે દંતકથા પણ સંકળાયેલા છે જે કોઇ નિ:સંતાન દંપતી આસ્થા સાથે મંદિર માં ધંટ ચડાવવાની માનતા રાખે છે તો તેણે ધરે પારણું બંધાય છે.

2: તેમજ મંડાર ના નવ વિવાહિત દંપતી લગ્ન બાદ પ્રથમ લિલાધારી ના દર્શન માટે આવે છે.ભગવાન ને ભોગ ચડાવેશછે.દર્શન દરમિયાન પુરુષ પગથિયાં ચડતી વખતે સિધા ચડી અને પાછળની સિડી થી ઉતરવું પડે છે.

3: મંદીર માં ભગવાન ને સવારે ચડાવતી લાડુના બાળભોગની પ્રસાદ નાના બાળક જેમણે બોળવામા તકલીફ થતી હોય છે તેણુ નિરાકરણ આવતુ હોય છે.

પાપ પૂણ્ય ની ગલી.
સ્વયંભૂ શિવલિંગની પાછળના જ ભાગે એક પાપ પૂણ્ય ની સાકડી ગળી આવેલી છે.તેમાં બે મોટા પથ્થર ની શિલા એકબીજા ને એકદમ નજીક માં આવી ગલી ના સ્વરૂપ માં છે.લોકવાયકા મુજબ એવી માન્યતા છે જે વ્યક્તિ સારા કર્મો કરે છે તે આ પાપ પૂણ્ય ની સાકડી ગલી માથી આસાનીથી પસાર થઈ શકે છે.જેણા મનમા કૂટનિતી ભરેલી હોય છે તે ગલી માથી પસાર કરી શકતું નથી.
વલી લિલાધારી મહાદેવ જે પહાડી પર બિરાજમાન છે તે પહાડી પર સાત મોટી શિલા આવેલ છે.તેણે ગ્રામજનો સાત ભાઈ તરીકે ઓળખે છે તેમાં એક શિલા વર્ષો પહેલાં પહાડી ના પાછળ ના ભાગે ધ્વસ્ત થઇ હતી.આજે પણ એ શિલા ત્યા જ છે.

પહાડી પર છે ચમત્કારી ગુફા
મંદિર ના પાછળના ભાગમા એક શિલા ના નિચે ભોલેનાથ ની ધુની છે.જ્યાં દર સોમવારે ભજન કિર્તન થાય છે.ગુફા ના પુજારી છગન લાલ રાવલ જણાવ્યું કેઆ ગુફા વર્ષો પુરાણી છે. આ ગુફામાં પ્રવેશ કરવા માટે દરેક વ્યક્તિ એ બેસીને જ પ્રવેશ કરવો પડે છે.અને બેઠા બેઠા જ બહાર નિકળવું પડતું હોય છે.ઝૂકીને પ્રવેશ કરવા પર જ ગુફામાં બનેલ ધૂની સુધી પહોંચી શકાય છે.

શિવરાત્રી પર મોટી માત્રામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. શિવરાત્રી દરમિયાન મંદિર ના ગર્ભેગૃહ ભગવાન ને વિશેષ શણગાર કરવામાં આવે છે.તેમજ રાત્રી દરમિયાન ભજન કિર્તનનુ આયોજન કરવામાં આવતુ હોય છે. દર ફાગણ સુદ અગિયારસના મેળાનું આયોજન હોય છે મોટી માત્રામાં ભક્તો આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...