તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજી રથયાત્રા સંપન્ન, કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું

પાલનપુર20 દિવસ પહેલા
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખી માત્ર 60 ભક્તોને રથયાત્રામાં જોડાવવાની મંજૂરી અપાઈ હતી

પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકાળાઈ હતી રથયાત્રાનું સમાપન શાંતિ પૂર્ણ થયું હતું.

પાલનપુરમા અષાઢી બીજની રથયાત્રામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી માત્ર 60 ભક્તોને રથયાત્રામાં જોડાવવાની મંજૂરી અપાઈ હતી. રથયાત્રાના રૂટ પર જનતા કરફ્યુનો અમલ કરાવાયો હતો. રથયાત્રાના દર્શન કે સ્વાગત ન કરવાની પોલીસે ગાઈડલાઇન જાહેર કરી હતી.

રથયાત્રાના રૂટમાં વેપારીઓના ધંધા રોજગાર બંધ રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકલેળી રથયાત્રા સવારે 9 વાગે નીકળી હતી. રથયાત્રામાં માત્ર 3 રથ અને એક ગાડીને મંજૂરી અપાઈ હતી. જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા. જ્યારે રામજી મંદિરથી રથયાત્રા પથ્થર સડક, મોટી બજાર, નાની બજાર, ત્રણ બત્તી, ગઠામણ દરવાજા, સંજય ચોક, દિલ્હી ગેટ થઈ નિજ મંદિરે પરત ફરી હતી.

મહંત રાધવદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે અમારા ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળી હતી. જે સુખ શાંતિથી પુર્ણ થઈ છે. સરકારની ગાઈડલાઈન મુજબ અમે અને અમારા ભક્તોએ ગાઈડલાઈનનું પાનલ કર્યું હતું. અમને ખુબ જ ખુશી થઈ કે અમારા રામ સેવા સમિતિના કાર્યકર્તા ખુબજ મહેનત કરે છે તેમની મહેનતનું ફળ આજે સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...