તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોમાં આનંદની લાગણી:પાલનપુરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે કોરોનાના કારણે રથયાત્રા મોકૂફ રહી હતી
  • કોવિડના નિયમો સાથે પરંપરાગત રૂટ પર ફરશે

પાલનપુરમાં ગત વર્ષે કોરોનાના કારણે રથયાત્રા મોકૂફ રખાયા બાદ આ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકાળવામાં આવશે. જ્યાં કોવિડના નિયમો સાથે પરંપરાગત રૂટો ઉપર પરિભ્રમણ કરાવવામાં આવશે તેમ મંદિરના મહંતએ જણાવ્યું હતુ.રથયાત્રાને લઈ ભક્તોમાં આનંદની લાગણ છવાઈ ગઈ છે.

પાલનપુરમાં ગત વર્ષે કોરોનાના કારણે અષાઢી બીજે કોરોના હોવાથી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે સંક્રમણ ઘટતાં કોવિડના નિયમોના પાલન સાથે રથયાત્રા નિકાળવામાં આવનાર છે. આ અંગે શ્રી રામજીમંદિરના મહંતશ્રી રાધવદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, અષાઢીબીજના દિવસે મંદિરથી સવારે 9.00 કલાકે પુજા વિધી બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

જેને મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, ત્રણબત્તિ, જામા મસ્જીદ, ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશ મહેતા ચોક, ગલબાભાઇની પ્રતિમા, અયોધ્યાનગર, ગોબરીરોડ, સુરેશ મહેતા ચોક, અંબિકાનગર, લક્ષ્મીપુરા, કૈલાસનગર, બેચરપુરા, નવી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગરોડ, કોઝી, ગુરૂનાનક ચોક, કિર્તિસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, દિલ્હીગેટ થઇ રામજીમંદિર પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...