તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:પાલનપુર અને ડીસામાં ભગવાન જગન્નાથ નગર પરિભ્રમણ કરશે, મંગળા આરતી કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં સવારે 9, ડીસામાં 7 વાગ્યે રથયાત્રા નીકળશે
  • જનતા કર્ફ્યૂં વચ્ચે ટૂંકાવેલા રૂટ ઉપર રથયાત્રા નિકળશે

પાલનપુર અને ડીસામાં આજે સોમવારે રથયાત્રા નીકળવામાં આવશે. પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા સવારે 8 કલાકે મંગળા આરતી બાદ 9 વાગ્યે ભગવાન જગન્નાથજી નગર ભ્રમણે નીકળશે. રથયાત્રાને જનતા કર્ફ્યૂં વચ્ચે ટૂંકાવેલા રૂટ ઉપર પરિભ્રમણ કરાવવામાં આવશે.જેમાં ભગવાનના ત્રણ રથ, બે વાહનો અને 60 વ્યક્તિઓ જોડાશે. ડીસામાં 7 વાગ્યે રથયાત્રા નીકળવામાં આવશે.બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાલનપુર અને ડીસામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવશે.

પાલનપુર રામજી મંદિરના મહંતશ્રી રાઘવ દાસજી મહારાજે જણાવ્યું કે, શ્રી રામ સેવા સમિતિ દ્વારા અગાઉ રથયાત્રા મંદિરેથી શરૂ થઈ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં નવ કિલોમીટરના રૂટ ઉપર પરિભ્રમણ કરતી હતી. જોકે આ વખતે કોરોના ને કારણે વહીવટી તંત્ર, પોલીસ સાથે બેઠક થયા બાદ નિર્ણય લઈ રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. જેથી રથયાત્રા પૂર્વ વિસ્તારમાં માત્ર ચાર કિલોમીટરનું પરિભ્રમણ કરી નીજ મંદિરે પરત ફરશે. ે સોમવારે સવારે 8 કલાકે મંદિરમાં મંગળા આરતી બાદ 9 વાગ્યે ભગવાન જગન્નાથજી નગર ભ્રમણે નીકળશે.

રથયાત્રાને જનતા કર્ફ્યૂં વચ્ચે ટૂંકાવેલા રૂટ ઉપર પરિભ્રમણ કરાવવામાં આવશે.જેમાં ભગવાનના ત્રણ રથ, બે વાહનો અને 60 વ્યક્તિઓ જોડાશે. રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન ભગવાનનો પ્રસાદ નું વિતરણ કરવામાં નહીં આવે. ડીસામાં પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવનાર છે. જ્યાં રામજી મંદિરથી સવારે સાત વાગ્યે વહીવટી તંત્રની ગાઇડલાઇન મુજબ રથયાત્રાનો પ્રારંભ થશે.

જેમાં ભગવાનના રથ તેમજ 25 લોકો જોડાશે. રથયાત્રા રામજી મંદિરથી રિસાલા ચોક, હીરા બજાર, એસ. સી. ડબ્લ્યુ સ્કૂલ, બગીચા, ફુવારા સર્કલ દક્ષિણ પોલીસ સ્ટેશન થઈ 9 વાગે રામજી મંદિર પરત ફરશે.થરાદમાં રથયાત્રા કાઢવામાં આવશે નહીં.રવિવારે માત્ર વિધિ કરવામાં આવી હતી.

પાલનપુરમાં ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે
અષાઢી બીજના દિવસે પાલનપુરમાં રામજી મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. જ્યાં સવારે 7.00 વાગ્યા થી રાત્રે 10.00 વાગ્યા સુધી ભાવિક ભક્તો કોવિડના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરી શકશે.
પાલનપુરમાં રથયાત્રાનો રૂટ
રામજી મંદિરથી મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, ત્રણબત્તિ, જામા મસ્જીદ, ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સંજય ચોક, દિલ્હીગેટ થઇ રામજીમંદિર પરત.

અન્ય સમાચારો પણ છે...