બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 10નો વધારો કરી પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂપિયા 715 થી 680 અને ગાયનું દૂધ રૂપિયા 309થી 299 પ્રમાણે લેવાના નિર્ણય બાદ પશુદાણમાં પણ વધારો કર્યો છે.6 વર્ષ અગાઉ 70 કિલોની બેગનો ભાવ 1090 હતો. જે તબક્કા વાર વધતા વધતા હાલમાં કાળઝાળ મોંઘવારીમાં 1480 એ પહોંચાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
ગત મહિને જ્યાં દાણ 1380માં વેચાતું હતું તે હવે કિલોએ દોઢ રૂપિયો વધતા 70 કિલોની બેગમાં સો રૂપિયા વધ્યા છે. 1380ના સ્થાને 1480માં મળશે. દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે પરંતુ તેની સામે દાણ અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે.
દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારામાં 30 ટકાનો વધારો થઈ જતા પશુપાલકોની મુશ્કેલી વધી છે. ભાવોના કારણે પશુપાલકોનો નફો વધતો નથી. તમામ આવક પશુઓના નિભાવ પાછળ જ ખર્ચ કરવી પડે છે. જેથી પશુપાલન કરતાં મજૂરીના નાણાં પણ નીકળતા નથી. રો મટીરિયલમાં વધેલા ભાવના કારણે દાણના ભાવ આસમાને પહોંચ્યા છે.
બનાસડેરીદ્વારા ભાવ વધારા અંગે ડિરેકટર પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં ઉત્પાદન થતાં પશુઆહારના કાચામાલમાં ભાવોમાં થયેલા અતિશય વધારાના કારણે બનાસડેરી સંચાલિત કેટલ ફીડ ફેકટરીના બનાસદાણની 70 કિલોની બોરીમાં રૂ. 100 નો વધારો કરાયો છે. જુનોભાવ 1380 હતો જે વધારીને 1480 કરાયો છે."
મહેસાણા દૂધસાગર ડેરીમાં પશુદાણનો 70 કિલોના રૂ.1400 નો ભાવ
મહેસાણા દૂધસાગર ડેરીએ માર્ચ 2022માં સીધો રૂ. 100 વધારો કરીને સાગરદાણ (ગની) 70 કિલો બેગનો ભાવ રૂ. 1400 અમલમાં છે.સાગરદાણ 70 કિલો પ્લાસ્ટીક બેગનો ભાગ હાલ રૂ. 1300 છે,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.