તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાલનપુરમાં કોંગ્રેસની જેમ ભાજપાએ પણ પાલિકાના ઉમેદવારોને ગુપચુપ ફોર્મ ભરાવ્યા

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આયાતી ઉમેદવાર મુદ્દે વોર્ડ 7ના સ્થાનિકોએ ભાજપ કાર્યાલયને તાળું મારવાનો પ્રયાસ - Divya Bhaskar
આયાતી ઉમેદવાર મુદ્દે વોર્ડ 7ના સ્થાનિકોએ ભાજપ કાર્યાલયને તાળું મારવાનો પ્રયાસ
  • અસંતોષ ટાળવા યાદી જાહેર ન કરી ફોન કરી ઉમેદવારી ફોર્મ ભરાવ્યાં
  • કોંગ્રેસમાં યાદી ગૂંચમાં પડી, તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવા કહ્યું, છેલ્લી ઘડીએ મેન્ડેટ અપાશે

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફોર્મ ભરવાના અંતિમ દિવસના આગલા દિવસે ફોન કરી જિલ્લા ભાજપ કાર્યાલય બોલાવ્યા હતા. જ્યાં વકીલ રાખી ફોર્મ ભરાવી એક સાથે તમામ ઉમેદવારો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. દરમિયાન બપોર બાદ સોશિયલ મીડિયામાં ભાજપની બિન સત્તાવાર યાદી વાયરલ થઈ હતી. જે અંગે ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ યાદી સત્તાવાર નથી પરંતુ યાદીને જોતા અડધાથી વધુ બદલાઇ ગયા હતા.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરાઇ ન હતી. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા દરમિયાન વોર્ડ 4, 5 અને 11માં ઉમેદવાર જાહેર કરવામાં સર્વ સંમતિ ન સધાતા યાદી જાહેર કરવામાં ગૂંચ પડી હોવાનું સામે આવ્યું છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવા કહ્યું હતું. અને છેલ્લી ઘડીએ મેન્ડેડ અપાશે તેવી જાહેરાત કરી છે.આયાતી ઉમેદવાર મુદ્દે વોર્ડ નં.7ના રહીશોએ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.

અમારે માત્ર શું ભાજપમાં જંડીઓ જ લગાવવાની ? તે કહી રોષ વ્યકત કર્યો હતો. અને કાર્યાલયનો તાળું મારવાના પ્રયાસો કરાયા હતા અને ભાજપ શહેર ભાજપ પ્રમુખને ઘેરીને રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશ યુવરાજ જાનીએ જણાવ્યું હતું અમારા વોર્ડ નંબર 7માં સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટીકીટ આપવામા આવી છે એ અમે નહિ ચલાવીએ અમારે તો સ્થાનિક ઉમેદવાર જ જોઈએ.

ફોર્મ ભરવાના ચોથા દિવસે 61 ફોર્મ ભરાયા
વોર્ડ નં-1 : ભાજપના 4, કોંગ્રેસનાં 3, આપના 1
વોર્ડ નં-2 : ભાજપના 4, કોંગ્રેસના 2,
વોર્ડ નં-3 : ભાજપના 2,કોંગ્રેસના 2,
વોર્ડ નં-4 : કોંગ્રેસના 8,
વોર્ડ નં-5 : કોંગ્રેસના 5,
વોર્ડ નં-6 : ભાજપના 4 કોંગ્રેસના 4
વોર્ડ નં-7 : કોંગ્રેસના 2,
વોર્ડ નં-8 : કોંગ્રેસના 5,
વોર્ડ નં-9 : અપક્ષના 2, આપના 1,
વોર્ડ નં-10 : કોંગ્રેસના 1, અપક્ષના 1, આપના 1
વોર્ડ નં-11 : કોંગ્રેસના 6, અપક્ષના 3

વોર્ડ નં 1 : પરિવારવાદ અને આયાતી ઉમેદવારને ટિકિટ આપશે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાલનપુર શહેરના વોર્ડ નં.1 માં સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી પરિવારવાદ અને આયાતી ઉમેદવારને ટિકિટ અપાશે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર વોર્ડ 1માં શુક્રવારે મન મંદિર સ્કૂલ પાસે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.અને હાય હાય ના નારા સાથે આયાતી ઉમેદવાર સામે રોષ ઠાલવ્યો હતો. લતાબેન પરમારે જણાવ્યું હતું કે, વોર્ડ નંબરના 3માં હર્ષાબેન મહેશ્વરી ગત ટર્મમાં હાર્યા હતા.અને આ વખતે અમારા વિસ્તાર(વોર્ડ નં.1)માં ટિકિટ માંગી છે. અને આ વિસ્તાર સેફ હોવાથી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે.અને હર્ષાબેન મહેશ્વરીએ આયાતી ઉમેદવાર છે.

પૂર્વ નગરસેવક સામે ફરી એકવાર પોસ્ટર લાગ્યા
પાલનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક શાંતિ પઢીયારની ટીકીટ કાપવાની માંગને લઈ વોર્ડ નં. 1 માં પરિવારવાદ અને તાનાશાહી કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા વોર્ડ 1માં ચૂંટણી બહિષ્કાર અને ચીમકીના પોસ્ટરો લાગ્યા જેને લઈને રાજકારણ ગરમાયુ હતું.

સોશિયલ મીડિયામાં ભાજપ યાદી વાઇરલ,શહેર સંગઠન સત્તાવાર ન હોવાનું જણાવ્યું
શહેરભરમાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે.અને કોની ટિકિટ કાપે છે. તેની ચર્ચાઓ ચાલી રહી હતી. તેવામાં સોશિયલ મીડિયામાં અડધાથી વધુ નવા ચહેરાઓ સાથેની યાદી વાયરલ થતા શહેર સંગઠન આ યાદી સત્તાવાર ન હોવાનું ગાણું ગાયું હતું. જોકે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપની યાદી પ્રમાણે સભ્યો આવે છેકે કેમ તે જોવું રહ્યું.ભાજપના 3 નેતાઓ આપમાં જોડાયા
પાલનપુરમાં એક જ દિવસમાં ભાજપના 3 જણાએ ભાજપ સાથે છેડો ફાડી આપની ટોપી ધારણ કરી છે.જેમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભરત પટેલ, પૂર્વ સ્ટ્રીટ લાઈટ ચેરમેન અને પૂર્વ નગરસેવક ભરત ઠાકોર અને ભારતીબેન ઠાકોર આપમાં જોડાઈ ગયા હતા.

ભાજપે વોર્ડ નં. 2માં ઉમેદવારો બદલ્યા
વોર્ડ નંબર 2માં ભાજપે ભારતીબેન રંગવાણી,સાગર પરમાર, નરેશ ભીલના ફોર્મ ભરાવ્યા હતા.

પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખે ફોર્મ ભર્યુ
પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમને પૂછતા તેમણે જણાવ્યું કે પાર્ટીએ ફોર્મ ભરવાની સૂચના આપતાં મેં ફોર્મ ભર્યું છે.

ભાજપના આ નેતાઓએ ફોર્મ ભર્યા
વિવાદાસ્પદ વોર્ડ 1માં શાંતિલાલ પઢિયારના ભારે આક્રોશ સામે પુત્ર આશિષે અને પાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરીએ તેમજ પૂર્વ ઉપપ્રમુખ હેતલબેન રાવલ અને ચીમનલાલ સોલંકીએ ફોર્મ ભર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો