તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ, નેશનલ હાઇવે પર 20થી વધુ વૃક્ષો રોડ વચ્ચે તુટી પડ્યા

પાલનપુર15 દિવસ પહેલા
  • અચાનક વાતાવરણમાં પલટો આવતાં જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદ
  • અનેક ઘરોમાં પતરાં ઊડ્યાં હોવાના અહેવાલ
  • ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોને તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો અનેક ઘરોનાં પતરાં ઊડ્યાં હોવાનું જાણવાં મળ્યું છે, જેમાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વરસાદ પડતા નેશનલ હાઇવે પર 20થી વધુ વૃક્ષો રોડ વચ્ચે તુટી પડ્યા

બનાસકાંઠા જિલ્લામાં મધરાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાથી અનેક જગ્યાએ નુકસાન જોવા મળ્યા છે. નેશનલ હાઇવે પર ભારે પવનને લઈ મોટાં ભાગના વૃક્ષઓ રોડ પર તુડી પડ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એલએન્ડટી વિભાગને જાણ થતાં એલએન્ડટી દ્વારા તાત્કાલિન 20થી વધુ વૃક્ષો નેશનલ હાઇવે પર તૂટેલી હાલતમાં પડ્યા હતા. તેને સત્વરે હટાવવામાં આવ્યા હતા.

ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
બનાસકાંઠા જિલ્લામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં જિલ્લાના અનેક તાલુકાઓમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જોકે અત્યારે બાજરી, મગફળી જેવા તૈયાર પાકમાં વરસાદને લઇ ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ પણ તાઉ-તે વાવાઝોડાની અસરને લઇ જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું હતું. જોકે ફરી તૈયાર પાકોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં
બનાસકાંઠા જિલ્લા સહિત સાબરકાંઠા તથા મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. અચાનક વાતાવરણના પલટાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ છે તેમજ ચોવીસ કલાકમાં વરસાદના આંકડા જોવા જઇએ તો સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 60 એમએમ જેટલો પડ્યો છે, તેથી ખેડૂતોના પાકને નકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં જાણો ક્યા કેટલો વરસાદ ખાબક્યો :

જિલ્લોતાલુકોવરસાદ (MMમાં)
બનાસકાંઠાદાંતા60
સાબરકાંઠાવડાલી30
સાબરકાંઠાપોસિના25
મહીસાગરબાલાસિનોર22
પંચમહાલશહેરા21
સાબરકાંઠાખેડબ્રહ્મા15
મહેસાણાસતલાસણા13
મહીસાગરલુણાવાડા11
મહેસાણાખેરાલુ10
મહેસાણાવડનગર10
મહેસાણાવિજાપુર10
સાબરકાંઠાપ્રાંતિજ10
સાબરકાંઠાપ્રાંતિજ10

આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 20 જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે, એવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે, જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓની આગાહી કરવામાં આવી છે.

જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે
હવામાન વિભાગના મતે, રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર જૂનના રોજ દમણ, દાદરા એન્ડ નગરહવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂનના રોજ દમણ, દાદરા એન્ડ નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...