તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજ કૌભાંડ:20 દુકાનોનાં પરવાના 90 દિવસ માટે રદ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, માસ્ટરમાઇન્ડ રફીક મેસાણીયા અને જાવેદ રંગરેજ વિધવા સહાય અને ચૂંટણી કાર્ડ જ્યારે લતીફ મહેસાનીયા આધાર કાર્ડ કાઢતો
  • દાંતાના 16, અમીરગઢના 3 અને વડગામનો 1 મળી 20 સંચાલકોનું અનાજ લોકોને નજીકના કેન્દ્રથી અપાશે
  • તપાસ ટીમોનું નિરીક્ષણ કરવા કલેકટર કચેરીનો સ્ટાફ ગામડાઓમાં પહોચ્યો

બનાસકાંઠામાં સરકારી અનાજ કૌભાંડમાં જિલ્લા વહીવટીતંત્રએ 20 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ગામોમાં પરવાના સ્થગિત કરાયા છે ત્યાં અનાજ આપવામાં મુશ્કેલી ન સર્જાય એ માટે નજીકના કેન્દ્ર માંથી અનાજનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. તો બીજીતરફ 10 ટીમોની બીજા દિવસે પણ 10 ગામોમાં નાયબ મામલતદારોની તપાસ જારી રહી હતી. અધૂરામાં પૂરું તપાસ ટીમોનું નિરીક્ષણ કરવા કલેકટર કચેરીએથી ઇસ્પેકશન સ્ટાફ ગામડાઓમાં પહોંચ્યો હતો અને જુદા જુદા ગામોમાં કેવીરીતે ટીમ તપાસ કરી રહી છે તેનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જોકે જે ગામોમાં તપાસ ચાલી રહી છે તે સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દાંતાના સૂત્રોએ જણાવ્યું હતું કે દાંતાના માસ્ટર માઈન્ડ છેલ્લા ચારેક વર્ષથી મામલતદાર કચેરી સાથે સંકળાયેલા હતા.ચાર યુવકો પેકી ત્રણ યુવકો તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી દાંતાની મામલતદાર કચેરીમાં હતા જેમાં રફીક હબીબ મેસાણીયા અને જાવેદ અહેમદ રંગરેજ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય અને ચૂંટણી કાર્ડ જેવી કામગીરીમાં સંકળાયેલા હતા, પરંતુ તેમના વિરુદ્ધ ફરિયાદો ઉઠતા તેમને ત્રણેક માસ પૂર્વે છુટા કરી દેવામાં આવ્યા હતા.

જયારે લતીફ અયુબ મહેસાનીયા પણ આધાર કાર્ડની કામગીરી માં સંકળાયેલો હતો. પરંતુ તેની આઈ ડી પણ બ્લેક લિસ્ટ થતા તેને પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો. જોકે ચોથો ઈસમ મુસ્તુફા અબ્બાસ મેસાણીયા ત્રણે ની આસિસ્ટન તરીકે ભૂમિકા ભજવતો હતો. દરમ્યાન ચારે ઈસમો દ્વારા દાંતા દાંતા મામલતદાર કચેરી તરફ જતા માર્ગ પર એક પોતાની પ્રાઇવેટ ઓફિસનું પણ છેલા બે ત્રણ વર્ષ થી સંચાલન કરતા હતા. જ્યાં સમગ્ર ગેરરીતિ નું નેટવર્ક ચલાવતા હોવાનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

આ સંચાલકોના પરવાના રદ કરાયા

  • દાંતાના સંચાલકો 1.ધરમાભાઈ સેનમાં પુંજપુર 2.લલ્લુભાઈ તોરણીયા 3.જાકીરભાઇ નાગેલ 4.રિદાયતભાઈ અડેરણ 5.હસમુખભાઈ પીપળાવાળી વાવ 6 .મુકેશભાઈ જોશી છોટાબામોદરા 7.દિનેશભાઈ દલપુરા 8.રાજુભાઈ કાંસા 9.જેડી ખરાડી પાંછા 10.ગલાભાઈ ભાથાભાઈ સેબલપાણી 11.કાનજીભાઈ ગરાસીયા વસી 12ભોજાભાઇ થલવાડા 13 સાદીકભાઈ કોયલાપુર 14દિલીપભાઈ કુણોદરા 15 અમૃતભાઈ વિજલાસણ 16 અબ્બાસભાઈ મીર ભાખરી
  • વડગામના સંચાલક 17.ઈમરાન ભાઈ બસુ
  • ​​​​​​​​​​​​​​અમીરગઢના સંચાલકો​​​​​​​ 18.સાબીરભાઈ ઈકબાલગઢ 19.એમપી ચૌહાણ ઈકબાલગઢ​​​​​​​ 20વીએચ ડાભી સરોત્રા​​​​​​​

મોબાઈલ નેટવર્ક આવ્યા બાદ યુવકો વધુ સક્રિય થયા
​​​​​​​દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં નેટવર્કની કનેક્ટિવિટીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ભેજાબાજો ડોંગલનો ઉપયોગ કરી ગામે ગામ પહોંચતા હોવાનું પણ ચર્ચાનું સ્થાન લીધું છે. એટલુંજ નહિ વૈભવી જીવન જીવતા માસ્ટર માઈન્ડની ઓફિસ પર પણ લકઝરીયસ વાહનોની પણ અવરજવર રહેતી હતી.

દાંતાના માલગોડાઉનમાં તંત્ર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી
દાંતાના પુરવઠા માલગોડાઉનમાંથી જથ્થો ફેરપ્રાઈઝ શોપ સુધી પહોંચાડવા માટે રિયા એન્ટરપ્રાઇઝ પાલનપુરની એજન્સી દ્વારા વહન કરવા માં આવે છે.જોકે સરકાર દ્વારા હજુ આ ગોડાઉનના રેકર્ડ જપ્તી કરવામાં આવી નથી.

દાંતા ફેર પ્રાઈઝ એસોસિયેશનનો પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયો
દાંતાના ચાર માસ્ટર માઈન્ડ સાથે અન્ય દાંતાના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી છે. જેમાં દાંતા ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ અને નાગેલ શોપના સંચાલક પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

દાંતા તાલુકાના સમગ્ર રાશન કાર્ડની તપાસ જરૂરી
દાંતા તાલુકા માં મોટાભાગે અશિક્ષિત લોકોની વસતિ હોવા સાથે કાયદાકીય જ્ઞાનની પણ ઉણપ જોવા મળી રહી છે ત્યારે ભેજાબાજો દ્વારા બારોબાર કરવામાં આવેલ અનાજના જથ્થા અંગે ક્યાંક ભૂતિયા કાર્ડની પણ શંકા સેવાઈ રહી છે. જ્યાં મૃતકોના નામ કે જેઓના વારસદારો એ નામ કમી ન કરાવ્યા હોય તેવા કાર્ડનો પણ વહીવટ થયો હોવાની આશંકા નકારી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...