લીકેજ થતાં પાણીનો બગાડ:ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં મેરવાડા-વેજલપુર વચ્ચે લીકેજ, હજારો લિટર પાણીનો બગાડ

પાલનપુરએક મહિનો પહેલા
  • પીવાના પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતાં પાણી વેડફાયું
  • ઘણા ગામડાઓમાં પીવા માટેનું પાણી ધરોઈ ડેમમાંથી પાઇપ લાઇન દ્વારા આવે છે

ધરોઈથી આવતી પીવા માટેના પાણીની પાઇપલાઇનમાં મેરવાડા સેજલપુરા ગામ વચ્ચે પાઇપ લીકેજ થતાં પાણીનો વેડફાઈ રહ્યું હતું. એક બાજુ બનાસકાંઠામાં ચોમાસુ સીઝનમાં વરસાદ નહિવત થતાં ડેમ ખાલી પડ્યા છે. જેના લીધે આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે,

તો બીજી તરફ હાલ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત ઘણા ગામડાઓમાં પીવા માટેનું પાણી ધરોઈ ડેમમાંથી પાઇપ લાઇન દ્વારા આવી રહ્યું છે, ત્યારે ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી જમીન પર વેડફાઈ રહ્યું હતું.

ઘણીવાર આવી રીતે પાણી વેડફાઈ જતાં તંત્ર દ્વારા આ પાઇપ લાઇનને લઇને યોગ્ય રીતે સમારકામ તેમજ સાર સંભાળ રાખવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉભી થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...