તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂછપરછ:કાતિલ સીએ લલિતના ઘરેથી એલસીબીએ રૂ.60 લાખની પોલીસીના રેકર્ડ કબજે કર્યા

પાલનપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પત્નીને મરાવી નાખનારા સીએનો હત્યારો મિત્ર હજુ પણ ફરાર
 • કીર્તિને ઝડપી પાડવા પોલીસે તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી

હત્યારા સીએ લલિત ટાંકના કેસની તપાસ હવે પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે તપાસમાટે ડીસા ગયેલી એલસીબીની ટીમે સીએના ઘરેથી 60 લાખની પોલીસીના રેકર્ડ કબજે કર્યા છે. આ ઉપરાંત પણ પોલીસીના કેટલાક રેકર્ડ મળ્યા હતા જેમાં સીએએ પોતાની એક કરોડની પોલીસી લીધી હોવાનું સામે આવ્યું છે. તો બીજીતરફ એસીબીના અન્ય સભ્યોએ સીએના મિત્ર કીર્તિને ઝડપી પાડવા ડીસા રહેતા કીર્તિના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. હનુમાન મંદિરે પગપાળા ચાલતા લઈ જઈ ગાડીથી હત્યા કરાવનાર ડીસાના ચકચારી સીએ લલિત ટાંકના વિકૃત કારસ્તાનની સમગ્ર માળી સમાજ ભારે ટીકા કરી રહ્યો છે.

પત્નીની હત્યા બાદ જુદી-જુદી ગૌશાળામાં દાનની સરવાણી વહાવી સમાજને ગેરમાર્ગે દોરનાર લલિતે પત્નીની હત્યા માટે છ મહિના પહેલા પ્લાનિંગ કર્યું હોવાનું પણ લોકલ ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. એલસીબીની ટીમ આરોપીની પ્રેમપ્રકરણ સહિતની અનેક બાજુઓ પણ ખંગાળી રહી છે.

તપાસ ટીમે એક પછી એક જુદા જુદા લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે. દરમિયાન લલિતના મિત્ર કીર્તિની ભાળ ન મળતા તેનું પગેરું શોધવા માટે કીર્તિના પરિવારજનોની પણ એલસીબી ટીમે પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વિગતો આપતા એલસીબી પીએસઆઇ આરજે દેસાઈએ જણાવ્યું હતું કે લલિતના ઘરેથી મૃતક દક્ષાબેનની એલઆઇસીની પોલીસી ઉપરાંત લલિતની એક કરોડની વીમા પોલીસીનુ રેકર્ડ કબજે લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો