તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતાં આઠ શખ્સોને એલ.સી.બી પોલીસે ડીસાના ભોયણ નજીકથી ઝડપી પાડ્યા

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બે ઇન્જેક્શન તેમજ બે કાર મળી કુલ રુપિયા 6.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
 • રૂ.1798 ના બે રેમેડેસિવિર રૂ.60 હજારમાં વેચતાં 4 ઝબ્બે

ડીસા-પાલનપુર હાઇવે પરના ભોયણ નજીક આજે એલસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા આઠ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં બે ઇન્જેક્શન, બે ગાડી અને રોકડ રકમ સહિત કુલ 6.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો વધુ થતાં કોરોના પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં દૈનિક 200થી વધુ કેસ આવતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળતી નથી જેથી અનેક સેવાભાવી લોકોએ તેમજ જિલ્લા કાલેક્ટ દ્વારા કોવિડ કેર સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જેથી કરીને દર્દીઓને અને સગાઓને રાજળપાટ ન કરવુ પડે.

હાલ બનાસકાંઠા જિલ્લામાં દાખલ થયેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ક્યાંક ઓક્સિજન અને મોટા ભાગે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આજે એલ.સી.બી પોલીસ સ્ટાફના દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડીસા તાલુકાના ભોયણ નજીક આવેલી ડિસન્ટ હોટલ પાસે બે કાર સાથે ઉભેલા શખ્સોને ઝડપી પાડી તપાસ કરતાં તેઓની પાસેથી કોઈ પણ જાતની મંજુરી લીધા વગરના બે રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતાં.

આથી એલસીબીમાં ફરજ બજાવતાં દિગ્વિજયસિંહ રામસિંહએ આઠેય શખ્સોને 60 હજાર રોકડા, મોબાઇલ તેમજ બે કાર મળી કુલ રૂપિયા છ લાખ 22 હજાર 298ના મુદ્દામાલ સાથે ડીસા તાલુકા પોલીસને સુપ્રત કરવામાં આવ્યાં હતાં.

ઝડપાયેલા શખ્સોના નામ
હર્ષ લેખરાજભાઇ ઠક્કર (હાલ રહે, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ, મુળ રહે, મંગળપાર્ક ડીસા)હરેશ મહેન્દ્રભાઇ માળી (હાલ રહે, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ, મુળ રહે, જોધપુરીયા ઢાણી, માલગઢ, તા. ડીસા)આકાશ છગનભાઇ દેસાઇ (રહે, ભગવતી નગર, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ)પવન હરીઓમનાથ યોગી ((રહે, ભગવતી નગર, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ)ઈશ્વર શંકરભાઇ લુહાર (રહે, ઘેસડા, તા. થરાદ)ભેમજી વનાભાઇ ચૌધરી (રહે, ઘેસડા, તા. થરાદ)આશારામ શંકરભાઇ લુહાર (રહે, ઘેસડા, તા. થરાદ).કિરણ પોપટલાલ લુહાર (રહે, ચાદરવા, તા. વાવ)

ડીસાના ભોયણ નજીક બે ઇન્જેક્શન વેચવા આવેલા ચાર શખ્સો તેમજ થરાદથી ખરીદવા આવેલા ચારને પણ ઝડપ્યા
કોરોના સંક્રમણ વચ્ચે ડીસાના ભોયણ નજીક શનિવારે સવારે રેમડેસિવિના બે ઇન્જેક્શન બ્લેકમાં વેચવા આવેલા ચાર શખ્સોને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધા હતા. જેમની સાથે ઇન્જેક્શન ખરીદનારા ચાર વ્યકિતઓને પણ આરોપી બનાવી તમામની સામે ડીસા રૂરલ પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી પીઆઇ એચ. પી. પરમાર, પીએસઆઇ આર. જી. દેસાઇએ સ્ટાફ સાથે શનિવારે સવારે ડીસાના ભોયણ ગામ નજીક તપાસ કરી હતી. જ્યાં એક હોટલ પાસે બે કાર સાથે ઉભેલા શખ્સોને ઝડપી પાડી તપાસ કરતાં ચાર શખ્સો રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા ઝડપાઇ ગયા હતા. જેમની સાથે ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા ચાર વ્યકિતઓને પણ ઝડપી લેવાયા હતા.

અને એલસીબીમાં ફરજ બજાવતાં દિગ્વિજયસિંહ રામસિંહ સહિતના સ્ટાફે તમામને રૂપિયા 60 હજાર રોકડા, મોબાઇલ તેમજ બે કાર મળી કુલ રૂપિયા 6,22,298 ના મુદ્દામાલ સાથે ડીસા તાલુકા પોલીસને સુપ્રત કરવામાં આવ્યાં હતાં. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રેમડેસિવિર ઇન્જેકશન વેચવા આવેલા ચાર શખ્સો પાસે સરકારી કિંમત રૂપિયા1798ના બે નંગ ઇન્જેકશન હતા. જે એક ઇન્જેકશન રૂપિયા 30,000 લેખે બે નંગના રૂપિયા 60,000ની ઉંચી કિંમતે બ્લેકમાં વેચતાં ઝડપાઇ ગયા હતા.

આ શખ્સો ઇન્જેકશન વેચવા માટે ભોયણ આવ્યા હતા
-હર્ષ લેખરાજભાઇ ઠક્કર (હાલ.વસંતનગર ટાઉનશીપ, ગોતા,અમદાવાદ,મુળ રહે.મંગળપાર્ક ડીસા)
-હરેશ મહેન્દ્રભાઇ માળી (હાલ રહે.વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ, મુળ રહે.જોધપુરીયા ઢાણી, માલગઢ, તા.ડીસા)
- આકાશ છગનભાઇ દેસાઇ (રહે.ભગવતી નગર, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ)
- પવન હરીઓમનાથ યોગી (રહે.ભગવતી નગર, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ)
આ ચાર વ્યકિતઓ ઇન્જેકશન ખરીદવા માટે આવ્યા હતા
- ઈશ્વર શંકરભાઇ લુહાર (રહે.ઘેસડા,તા.થરાદ)
- ભેમજી વનાભાઇ ચૌધરી (રહે.ઘેસડા,તા.થરાદ)
- આશારામ શંકરભાઇ લુહાર (રહે.ઘેસડા,તા.થરાદ)
- કિરણ પોપટલાલ લુહાર (રહે.ચાદરવા,તા.વાવ)

પાલનપુરના દર્દીઓને હવે દર્દીઓના સગા સાથે સરકારી ટીમ ક્રોસ વેરિફિકેશન કરશે
પાલનપુર| ઓક્સિજન બેડ પર દાખલ દર્દીઓ તેમજ જેના ફેફસામાં ઇન્ફેક્શન વધુ હોય તેવા દર્દીઓને તબીબો રેમડેસિવિર ઇન્જેક્શનના 6 ડોઝ લખે છે જેની માંગ ભારે વધી જતાં સરકારે હવે પોતે જ વિતરણ શરૂ કર્યું છે. જિલ્લામાં પાલનપુર ડીસા અને થરાદમાં ઇન્જેક્શનનું વિતરણ કરાય છે. એકલા પાલનપુરમાં 17 દિવસમાં 9950 રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓને અપાઇ ચુક્યા છે.

જોકે જિલ્લા હિસાબી અધિકારી ચેતનભાઇ પટેલે જણાવ્યું હતું કે " ગેરીરીતિની આશંકાના પગલે જેમણે ઇન્જેક્શન અપાયા એ દર્દીઓના સગા સાથે સરકારી ટિમ ક્રોસ વેરિફિકેશન કરશે. જેથી જે ઇન્જેક્શન જરૂરિયાત મંદ દર્દી છે એમને ઝડપથી આપી શકાય. હાલ જિલ્લામાં રોજ 800 ઇન્જેક્શન ફાળવાય છે. જેમાંથી 225 ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ફળવાઈ રહ્યા છે.

કયો મુદ્દામાલ કબ્જે લેવાયો
ઝડપાયેલા શખ્સો પાસેથી રૂ. 1798ના ઇન્જેકશન નંગ -2, રૂપિયા 60,500ના મોબાઇલ નંગ -7, રૂ. 5,00,000ના વાહન નંગ 2 તેમજ રૂ. 60,000 રોકડા મળી કુલ રૂ. 6,22,298નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો