તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કોવિડના દર્દીઓની દેખરેખ માટે મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટરનો પ્રારંભ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમારો એક કોલ અનેક લોકોની જિંદગી બચાવશેઃ કલેકટર

કોરોના વાયરસની બીજી લહેરમાં સક્રમણ વધ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમિત વ્યક્તિઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અને સંભાળ લેવામાં આવે છે પરંતું એકપણ દર્દી છૂટી ન જાય તે માટે ટીમ બનાસકાંઠા અને સદભાવના ગ્રુપ, પાલનપુર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોલેજના યુવાનો કોરોના દર્દીઓને ફોન કરી તેમના ખબર અંતર પુછી તેમના હમદર્દ બની રહ્યાં છે. આ માટે પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં કલેકટર આનંદ પટેલે કોવિડ-19 મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડી રહ્યાં છીએ ત્યારે યુવા મિત્રો પાસે સમાજને ઘણી બધી આશાઓ- અપેક્ષાઓ હોય છે. આવી વિકટ પરિસ્થિતિમાં એક ભારતીય નાગરિક તરીકે સમાજને કંઇક અંશે મદદરૂપ બની કોરોના સામે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, યુવાનો સોશ્યલ મિડીયા પર ખુબ જ એક્ટીવ હોય છે તેવી જ રીતે સમાજ સેવા માટે પણ સક્રિય રહી કોરોના સામેના જંગમાં ઝુકાવી કોરોનાને હરાવીએ.

અન્ય સમાચારો પણ છે...