તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદગીરી:સ્વ. દિલીપકુમાર અને સાયરાબાનુના લગ્નની તસવીરો પાલનપુરના એ. એલ સૈયદે લીધી હતી

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

1966માં મોગલે-આઝમ પિક્ચરની સ્ટીલ ફોટોગ્રાફી પાલનપુરના ફોટોગ્રાફર સ્વ.એ. એલ. સૈયદ એ કરી હતી. 1904માં જન્મેલા અને 1991માં મૃત્યુ પામનારા એ.એલ. સૈયદ મોગલે આઝમ ફિલ્મ થકી દિલીપકુમારની નજીક આવ્યા હતા. જેથી સાયરાબાનુ સાથે તેમના લગ્ન થતાં લગ્નની ફોટોગ્રાફીના કેટલાક વિશેષ ફોટોગ્રાફ લેવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. જેમાં લગ્ન પછીની પ્રથમ રાત માટે જે બેડરૂમ સજાવવામાં આવ્યો હતો તેનો ફોટો પણ એ.એલ.સૈયદે લીધો હતો.

પિતાની જૂની યાદોને વાગોળતા પુત્ર અજમત ભાઈ સૈયદએ જણાવ્યું હતું કે " મારા પિતા પાલનપુર નવાબ સાહેબના ફોટોગ્રાફર હોવાથી તેમને ભારત દેશના અનેક રાજઘરાનાના અને રજવાડાઓના પ્રસંગોમાં ફોટોગ્રાફી માટે બોલાવતા હતા. દિલીપકુમાર અને સાયરા બાનુના લગ્નની ફોટોગ્રાફી માટે 10 હજાર રૂપિયાનું કવર 1966માં મારા પિતાને આપવામાં આવ્યું હતું. બ્લેક એન્ડ વાઈટ 12 ફોટા પડે તેવા રોલીકોર્ડ કેમેરાથી તેમણે સ્ટીલ ફોટોગ્રાફી કરી હતી જે કેમેરો હજુ પણ મારી પાસે સચવાયેલો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...