તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયા પ્રેમીની અંતિમ યાત્રા:ભરતભાઈનો દેહ પંચમહાભૂતમાં વિલીન, ડીસાના રાજપુરથી નીકળેલી અંતિમયાત્રા સમયે લોકોની પુષ્પાંજલી,ભરતભાઇ "તુમ અમર રહો" ના નાદ ગૂંજ્યા

ડીસા2 મહિનો પહેલા
જૈન સમાજ સહિત નગરજનોની ઉપસ્થિતિમાં ભરતભાઇ કોઠારીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન - Divya Bhaskar
જૈન સમાજ સહિત નગરજનોની ઉપસ્થિતિમાં ભરતભાઇ કોઠારીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
 • પાંજરાપોળમાં જ ભરતભાઈની પ્રતિમા બનવી જોઈએ: આચાર્ય જીનેશરત્ન મ.સા.

દેશભરમાં જીવદયા પ્રેમી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા રવિવારે તેમના નિવાસસ્થાન રાજપુરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રાજપુર (કાંટ) પાંજરાપોળ ખાતે પહોંચી હતી. જયાં જૈન સમાજ સહિત નગરજનોની ઉપસ્થિતિમાં ભરતભાઇ કોઠારીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ભરતભાઇ કોઠારીના પાર્થિવ દેહને રાજપુર સ્થિત તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જૈન સમાજના આગેવાનો સહિત નગરજનોએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નગરજનોએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી
નગરજનોએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી

ભરતભાઈની રવિવારે અંતિમ યાત્રા નીકળી
રાજપુર (કાંટ) પાજરાપોળના મુખ્ય સંચાલક ભરતભાઇ કોઠારી તેમજ જીવદયા કાર્યકર વિમલભાઇ બોથરા અને રાકેશભાઇ ધારીવાલ ને શનિવારે રાજસ્થાનમાં અકસ્માત નડતાં ત્રણેય જીવદયા કાર્યકરોના દુખદ અવસાન થયું હતું. જેથી શનિવારે રાકેશભાઇ ધારીવાલની રાજસ્થાન અને વિમલભાઇ બોથરાની ડીસા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જો કે, ભરતભાઇ કોઠારીના પરિવારના સભ્યો મુંબઇ હોવાથી તેમની અંતિમ યાત્રા રવિવારે કાઢવામા આવી હતી.

રાજપુરથી પાંજરાપોળ સુધી અંતિમ યાત્રા નીકળી હતી
રાજપુરથી પાંજરાપોળ સુધી અંતિમ યાત્રા નીકળી હતી

જીવદયા પ્રેમીના માનમાં ધંધા રોજગાર બંધ રાખ્યા
અંતિમ યાત્રા રાજપુરથી નિકળી મીરા મહોલ્લા, રીસાલા બજાર, દેનાબેક ચોક, ફુવારા, સરદાર બાગ, જલારામ મંદિર અને દિપક હોટલ ચાર રસ્તા થઇ અજાપુરા અને કાટ થઇ પાજરાપોળ પહોંચી હતી. ભરતભાઇ કોઠારીની અંતિમ યાત્રાને વિવિધ સંગઠનો અને નગરજનો દ્વારા પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના મોટાભાગના વેપારીઓએ પણ જીવદયા પ્રેમીના માનમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતાં. ડીસા શહેર અને તાલુકા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાજરાપોળ ખાતે ભરતભાઇ કોઠારી ને તેમના પુત્ર અર્પિત કોઠારી અને દર્શન કોઠારી દ્વારા મુખાગ્ની આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ આગેવાનો એ ભરતભાઇ કોઠારી ની કામગીરીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

જીવદયા પ્રેમીના માનમાં વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખ્યા
જીવદયા પ્રેમીના માનમાં વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખ્યા

અંતિમ યાત્રામાં સંસદસભ્ય સહિત આગેવાનો જોડાયા
રવિવારે ભરતભાઇ કોઠારીની નિકળેલી અંતિમ યાત્રામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઇ, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણ માળી સહિત આગેવાનો જોડાયા હતાં. જયારે સંસદ સભ્ય પરબત પટેલે પાજરાપોળ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુસ્લિમ સમાજે પણ ધંધા રોજગાર બંધ રાખ્યાં
મોતને ભેટલા ભરતભાઇ કોઠારીના અવસાનથી જૈન સમાજ સહિત ડીસાના નગરજનો પણ દુઃખ અનુભવી રહ્યાં છે. ત્યારે ડીસા મુસ્લિમ સમાજે પણ રવિવારે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભરતભાઇ કોઠારીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરતભાઇના અધુરા સપના આપણે પુરા કરવા પડશે
ભરતભાઇ કોઠારી હંમેશાં જીવો માટે ઝઝુમી રહ્યાં હતાં. તેઓ છેલ્લાં શ્વાસ સુધી પણ જીવ માટે જ પોતાનો જીવ વ્હાલો કરી દીધો છે. ભરતભાઇને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે કે તેઓએ અધૂરા મૂકેલા કાર્ય આપણે ઉપાડી લઇએ તેમ ભરતભાઇના સાથી સદસ્ય કિશોર દવેએ જણાવ્યું હતું.

જીવદયા પ્રેમીની અંતિમ યાત્રામાં શહેરીજનો હાજર રહ્યા હતા
જીવદયા પ્રેમીની અંતિમ યાત્રામાં શહેરીજનો હાજર રહ્યા હતા

1997માં જીવલેણ હુમલો થયો હતો
રાત-દિવસ અબોલ જીવો માટે કામ કરતાં ભરતભાઇ કોઠારી ઉપર 1997 બાદ પણ ત્રણ વખત કસાઇઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમ છતાં તેઓએ પીછે હઠ ન કરી લાખો જીવોને કતલખાને જતાં બચાવ્યા છે તેમ હસમુખભાઇ વેદલીયા એ જણાવ્યું હતુ.

ભરતભાઇ ભડવીર બની ઝઝુમ્યા છે: મ.સા
ભરતભાઇ કોઠારીની અણધારી વિદાયની દુઃખદ ઘટના છે પરંતુ ભરતભાઇને ગયા પછી ડીસા નગરમાંથી 10 ભરતભાઇ નિકળે તે જરૂરી છે. તેઓ ભડવીર બની અબોલ જીવો માટે ઝઝુમ્યા છે. જેથી પાજરાપોળમાં તેઓની પ્રતિમા પણ બનવી જોઈએ તેમ આચાર્ય જીનેશરત્ન મ.સા.એ જણાવ્યું હતું.

જૈનમુનિઓ પણ અંતિમ દર્શન માટે ઉમટ્યા
જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીની અંતિમયાત્રા ડીસા નગરના માર્ગો પરથી નીકળતા નેમિનાથ નગર નજીક જૈન મુનિઓએ પણ હાજર રહી ભરતભાઇની અંતિમ યાત્રામાં દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

અંતિમયાત્રામાં સંસદસભ્ય સહિત આગેવાનો જોડાયા
અંતિમ યાત્રામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા,માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી સહિત આગેવાનો જોડાયા હતાં.સંસદ સભ્ય પરબતભાઇ પટેલે પાંજરાપોળ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો