તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન હડપ કરનારા સામે તવાઇ:ચંડીસરમાં સરકારી જમીન પચાવનારા જિલ્લા ડેલીગેટના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પૂર્વ સરપંચ પુત્રે જમીનમાં હોટલ બનાવી દબાણ કર્યુ

પાલનપુર તાલુકાના ચંડીસરમાં પૂર્વ સરપંચના પુત્ર અને વર્તમાન જિલ્લા પંચાયત સદસ્યના ભાઈએ કોઇપણ જાતની મંજુરી સરકારી જમીન પચાવી પાડી એમાં 2000 ચો.ફૂટનું દબાણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે રેવન્યુ તલાટીએ તેની સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ગુજરાત જમીન પચાવી પડવા પર પ્રતિબંધના કાયદાનુ સાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીન પચાવી પાડનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. જ્યાં પાલનપુર તાલુકાના ચંડીસરમાં કોઇપણ જાતની મંજુરી સરકારી જમીન પચાવી પાડી એમાં 2000 ચો.ફૂટનું દબાણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ સરપંચ જાલુજીના દીકરા અને વર્તમાન જિલ્લા પંચાયત સીટના ભાજપના સદસ્ય પરબતભાઈના ભાઈ ભેમજીભાઇ જાલુજી ઠાકોરે ચંડીસર ગામના સર્વે નં. 985ની શ્રી સરકાર જમીનમાં કોઇપણ જાતની મંજુરી મેળવ્યા વગર અંદાજે 2000 ચોરસ ફૂટ જમીનમાં ધાબાનું (હોટલ)નો સેડ બનાવી દોઢ - બે વર્ષ અગાઉથી અનઅધિકૃત બીનખેતી ઉપયોગ કરી સરકારી જમીન ઉપર દબાણ કર્યુ હતુ. અને પોતાના આર્થિક ફાયદા સારૂ ઉપયોગ કરતો હતો.

આ અંગે ઇન્ચાર્જ રેવન્યુ તલાટી જીગલબેન રામજીભાઇ પ્રજાપતિએ તેની સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ગુજરાત જમીન પચાવી પડવા પર પ્રતિબંધના કાયદા અધિનિયમ 2020ની કલમ 4(3), પ(સી), 6(1) (2) તથા ઇપીકો ક. 447 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો