તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Lakhni Gets Message Of Successful Vaccination Of Two People Who Died A Month And A Half Ago, Health Official Says, Will Take Care In Future

બેદરકારી:લાખણીમાં દોઢ મહિના પહેલાં મૃત્યુ પામેલા બે વ્યક્તિના સફળ વેક્સિનેશનનો મેસેજ આવ્યો, આરોગ્ય અધિકારીએ કહ્યું, ભવિષ્યમાં કાળજી રાખીશું

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખણીના મડાલ ગામે ગયા મહિને મુત્યુ પામેલા બે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો
  • મડાલ ગામના સરપંચે તટસ્થ તપાસની માંગ કરી
  • આરોગ્ય અધિકારીએ પી.એચ.સીને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાં જિલ્લામાં મૃતકોને કોરોના વેક્સિન મુકી દીધી હોવાનો કિસ્સો સામે આવતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે. જિલ્લામાં લાખણી તાલુકાના મડાલ ગામમાં એપ્રિલ મહિનામાં મૃત્યુ પામેલા બે વ્યક્તિને પણ રસીકરણ કરાયુ હોવાનો મેસેજ તેમના સ્વજનને મળતાં ભારે ચર્ચા જાગી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોવા વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 30થી પણ વધુ રસીકરણ સેન્ટરો શરૂ કરાયા છે. જોકે, કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓ બેદરકારી દાખવતા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. લાખણીના મડાલ ગામમાં ત્રણ એપ્રિલના રોજ રાયમલજી અને 22 એપ્રિલના રોજ કાનજી ઠાકોર મૃત્યુ પામ્યા હોવા છતાં તેમને રસી આપી હોવાનો મેસેજ આવ્યો હતો. મુત્યુ પામેલા લોકોને વેક્સિન આપ્યાનો મેસેજ આવતા ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

દોઢ એક મહિના પહેલાં મોત થયું તો બીજો ડોઝ કેવી રીતે અપાયો?

આ અંગે હીરાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, મારા પિતા કાનજીભાઈ રાવતાજી ઠાકોર ગત મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે. તેમને પહેલો વેક્સિનનો ડોઝ આપાઈ ચુક્યો છે. ત્યારબાદ મૃત્યુ થયા બાદ વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ગયાનો ગઇકાલે મેસેજ આવ્યો હતો. મારા પિતાનું મૃત્યુ દોઢ એક મહિના પહેલાં થઈ ચૂક્યું છે જ્યારે વેક્સિનનો બીજો ડોઝ કેવી રીતે અપાયો તે તપાસનો વિષય છે.

ગામ લોકોને આપવા પૂરતો સ્ટોક નથી અને મૃતકના મેસેજ આવે છે: સરપંચ

મડાલના સરપંચ ભરત ઠાકોરે જણાવ્યું હતું કે, આખા વિશ્વની અંદાર કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. લાખણી તાલુકાના મડાલ ગામની અંદર લોકોને સમયસર વેક્સિન મળતી નથી. લોકો વેક્સિન લેવા જાઈ એટલે કહેવામાં આવે છે કે, વેક્સિન આવી નથી કે પૂરતો સ્ટોક નથી. પણ ગઈકાલે જ એવા બે વ્યક્તિને સફળતા પૂર્વક રસીકરણ થયાનો મેસેજ આવ્યો છે જે આ દુનિયામાં હયાત નથી. આ બાબતે અમે લોકો તંત્રને વિનંતી કરીએ છીએ કે, આ છબરડાની યોગ્ય તપાસ થાય.

આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખીશું: આરોગ્ય અધિકારી

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, જે સમાચાર આવ્યા છે કે જે વ્યક્તિઓના મોત થઇ ગયા છે તેમના નામે વેક્સિનેશન થઇ ગયું છે. આ અંગે અમે તપાસ કરતા લાખણી તાલુકાના મડાલ પી.એચ.સી સેન્ટરમાં આ બનાવ બનેલો છે તેના માટે મેડિકલ ઓફીસ અને ઓપરેટરને નોટિસ આપવામાં આવી છે. તેમનું એમ કહેવું છે કે, પ્રથમ ડોઝ જે તે વ્યક્તિએ લીધેલો હતો અને બીજો ડોઝ 84 દિવસે લેવાનો આવતો હતો તેનું ઓનલાઈનમાં નામ આવતું હતું. જે ભૂલના કારણે આ થયું છે, પણ આવડી ભૂલ સ્વિકારાય નહીં તે માટે નોટિસ આપી છે. આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે અમે ખાસ કાળજી રાખીશું.

અન્ય સમાચારો પણ છે...