તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:જિલ્લામાં વેક્સિન અને એન્ટીજન કીટની અછત,સ્ટોક આવ્યા બાદ રસીકરણ થશે

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

1 મે થી 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને વેક્સિન આપવાની અઠવાડિયા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેનો પ્રચાર પસાર શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અચાનક 10 એપ્રિલે જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના 10 જિલ્લાઓમાં જ વેક્સિન આપવાની છે. આથી કાર્યક્રમ હાલ પુરતો બંધ રહ્યો છે. જ્યારે 45 વર્ષથી ઉપરના વ્યક્તિ પણ કહી રહ્યા છે કે વેકસિન મળતી નથી.સ્ટોક મંગાવ્યો છે.45 વર્ષથી વધુના કવોટામાં 10 ટકા જેટલા લોકો જે જિલ્લામાં બાકી રહ્યાં છે તેઓને પણ વેક્સિન આપી દેવામાં આવનાર છે.

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જે વેક્સિન આપવાનો કાર્યક્રમ છે તે આગળથી વેક્સિનનો સ્ટોક આવ્યા બાદ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લામાં કોરોના ટેસ્ટીંગની કામગીરી પણ ઢીલી પડી ગઈ હોવા અંગે પૂછવામાં આવતા જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરીયાણીઅે સોમવારે જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કે એક સમયે દરરોજ 200 થી 300 ટેસ્ટ થતાં હતા. પરંતુ આર.ટી.પી.સી.આર માં હાલમાં રોજના ૨ હજાર કરતાં વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. આ કીટની વાત કરવામાં આવે તો અેન્ટિજન કીટની અછત છે.

ગત રોજ 3 હજાર કીટ આવી હતી. જે ડિસ્ટ્રીબ્યુટ કરી તાલુકા વાઈઝ ફાળવણી કરવામાં આવી છે. તાલુકામાં 2 હજારની સામે 500 કીટ જ આવી રહી છે. 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે શરૂઆતમાં જે માગણી કરવામાં આવી હતી તે મુજબ વેક્સિન આવી ગઈ હતી. પરંતુ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જે વેક્સિન આપવાની વાત છે તેમાં આ ઉમરના લોકોની સંખ્યા બનાસકાંઠામાં 17 લાખ જેટલી છે. તેમના માટે પણ વેક્સિનેશનનો પ્લાન બનાવવામાં આવ્યો હતો પરંતુ ઉપરથી વેક્સિન આવેલ ન હોઈ હાલમાં તે સ્થગિત રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો