સુવિઘા:પાલનપુર સિવિલમાં 1.50 કરોડના ખર્ચે લેબોરેટરી-કેસબારી બનાવાશે, સિવિલના પ્રવેશદ્વાર પાસે બગીચામાં સ્ટ્રકચર ઉભું કરાશે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર સિવિલના પ્રવેશદ્વાર પાસે આવેલા બગીચાની જગ્યામાં રૂ.1.50 કરોડના ખર્ચે લેબોરેટરી, કેસબારી, ફાર્મસી અને દર્દીઓને બેસવા માટેની જગ્યા બનાવાશે. જેના માટે વર્તમાન સમયે વૃક્ષો કાપી જગ્યા ખુલ્લી કરાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલનું સંચાલન ગલબાભાઇ પટેલ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના પરિસરમાં વિવિધ વિભાગો શરૂ કર્યા છે.

તેમજ મોરીયા ખાતે મેડીકલ કોલેજ અને કોરોના દર્દીઓના રિપોર્ટ પણ કરાઈ રહ્યા છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધાઓ વધારવામાં આવનારી છે. આ અંગે હોસ્પિટલના ડીન જવાહર ચંદાણીએ જણાવ્યું હતું કે, અંદાજીત રૂપિયા 1.50 કરોડના ખર્ચે નવી લેબોરેટરી, કેસબારી, ફાર્મસી અને દર્દીઓને બેસવા માટેના ઓરડા બનાવાશે.

વૃક્ષો કાપી સ્મશાનમાં અપાયા
સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં નવું બાંધકામ થવાનું છે. ત્યાં 5થી વધુ જુદાજુદા વૃક્ષો ઉભા હતા. જોકે,જગ્યા ખુલ્લી કરવા આ વૃક્ષો કાપી નાંખ્યા છે.આ અંગે ડીન જવાહર ચંદાણીએ જણાવ્યું કે, વૃક્ષો કાપતા અગાઉ તંત્રના અધિકારીની જરૂરી પરવાનગી લેવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ જ આ વૃક્ષો વેચી શકાય તેવો નિયમ ન હોઇ તમામ કાપેલા વૃક્ષો સેવાના કાર્ય માટે સ્મશાનમાં અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...