તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:કુશકલનો યુવાન મિત્રો સાથે મળી દિવસના 300થી વધુ કોલ રિસીવ કરી કોરોના દર્દીને મદદ કરી રહ્યો છે

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન બેડ , રેમડેસીવીર ઇન્જેકશન સહિતની વ્યવસ્થા કરી

પાલનપુર તાલુકાના કુશકલ ગામના હિતેશ ચૌધરીએ દસેક મિત્રો સાથે મળી કોરોના કાળમાં એકબીજાની હેલ્પ માટે આગળ આવ્યા છે. આ ગ્રુપના સભ્યો સવારે 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી દિવસ દરમિયાન 300થી વધુ કોલ રિસીવ કરી દર્દીઓની જુદી જુદી મદદ કરી રહ્યા છે.

અખિલ ભારતીય આંજણા પટેલ યુવા મહાસંઘના ગુજરાત અધ્યક્ષ હિતેશભાઈ ખેતી અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે.ગત વર્ષે લોકડાઉનમાં તેમણે જરૂરિયાત મંદોને ભોજન પુરૂ પાડવાનો યજ્ઞ આદર્યો હતો અને 37 દિવસ દરમિયાન 60 હજારથી વધુ લોકોને ભોજન પીરસ્યુ હતું. જ્યારે આ વખતે પરિસ્થિતિ બદલાતાં 5 દિવસ પહેલા જ સમગ્ર ગુજરાતના જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય તે માટે 250 લોકો નું વ્હોટ્સએપ પર ગ્રુપ બનાવ્યું અને તેમાં હેલ્પલાઇન નંબર જાહેર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જેના લીધે ઓક્સિજન બેડ,રેમડેસીવીર ઇન્જેકશન મેડિકલ ટ્રાન્સપોર્ટ હેલ્પ સહિતની વ્યવસ્થા કરી 5 દિવસમાં 800થી વધુ લોકોને મદદ કરી છે.

હિતેશ ચૌધરીએ જણાવ્યું કે આ વખતે જોયું કે લોકો યોગ્ય માર્ગદર્શન વગર આમથી તેમ ભટકી રહ્યા છે ત્યારે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો અને જે લોકો કોઈ તકલીફ માટે ફોન કરી રહ્યા હતા તેમને જરૂરી તમામ માર્ગદર્શન આપ્યું. પ્લાઝમાની જરૂર હતી તો ડોનર કરાવી આપ્યા. અનેક લોકો એવા હતા જેમણે ઇન્જેક્શન પ્રોપર માર્ગદર્શન આપી હાથોહાથ ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવી.

રેડિયન્ટ ઇવેન્ટના પ્રકાશભાઈની સાથે મળી ગ્રુપના તમામ મિત્રોએ પરસ્પર એકબીજાના સંપર્કોને અસરકારક રીતે ઉપયોગ કરી ઓક્સિજન બેડ જે જગ્યા ઉપલબ્ધ હતા તેવા દર્દીઓને ત્યાં પહોંચાડ્યા અને અનેક દર્દીઓના અમને આશીર્વાદ પણ મળ્યા. અમે કેટલાક દર્દીઓને રાજ.ના સિરોહી, જાલોર, આબુરોડ સહિતના શહેરોમાં પણ દાખલ કરાવ્યા હતા. ઉપરાંત 22 વર્ષની યુવતીને રેમડેસીવીર ઇન્જે. આપવા ટીમના સભ્ય લાખણી સુધી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો