તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકડેમ બનાવો:કિસાન સંઘે 7 માંગ મુદ્દે આવેદન આપી અલ્ટીમેટમ આપ્યું

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસ નદી પર ચેકડેમ બનાવો, બાજરીની ટેકાના ભાવે ખરીદી કરો,ટ્રેક્ટર ટોલીના પાર્સિંગ ટેક્સ ફ્રી કરવા માંગ

ભારતીય કિસાન સંઘના જિલ્લાના હોદ્દેદારોએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સામે રણશીંગુ ફૂંકયું છે. જેને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પ્રશ્નો ઝડપી નિકાલ લાવવા અલ્ટીમેટમ પાઠવ્યું છે.

બટાકામાં ભારે મંદીના કારણે NPA થયેલા સ્ટોરો પર બેંકોની તવાઈ સ્થગિત કરવા બટાકાના ખેડૂતો માટે વિચારણા કરવી. જિલ્લા ભરના ખેડૂતો માટે પાણીના તળ સાચવવા માટે ત્રણેય ડેમમાંથી પાણી છોડવું નહીં તેમજ નર્મદા પાણીથી જિલ્લાભરના તળાવો ભરવા અને બનાસ નદી પર ચેક ડેમ બનાવવા, કર્માવત તળાવ તેમજ મલાણા તળાવમાં નવા નીર નાખવા અને કેનાલમાં પાણી સતત ચાલુ રાખવું. ભારત માલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ ફરજિયાત બનાવવા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી તેમજ થરાદ તાલુકાના માંગરોળ અને પીલુડા વચ્ચે રાજસ્થાનના વધુ પાણીની આવક હોવાથી 50 મીટર લાંબા ગાળાની વ્યવસ્થા કરવી. ટ્રેક્ટર ટોલીના પાર્સિંગ તેમજ ટેક્સ ફ્રી કરવું, નર્મદા કમાન્ડમાં આવતા ગામો લાભાર્થી વંચિત રહેલા હોય તેઓ ને સત્વરે લાભ આપો અને ગોકળગતીથી ચાલુ માઇનોર કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરાવવું. રી-સર્વેના પ્રશ્નો નિરાકરણ કરાવવું અને ટેકાના ભાવે બાજરીનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી, જેવા અનેક પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ જણાવ્યું હતું કે, કારોબારીની મિટિંગમાં જિલ્લામાંભરમાં ખેડૂતોના પાણી ન તળ માટેના પ્રશ્નો બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો બાજરીને ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્નો વીજળીના પ્રશ્નો તેમજ ભારત માલા પ્રોજેક્ટના મુદ્દે જિલ્લા કલેક્ટરના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે. અને ખેડૂતોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...