મુલાકાત:ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ બનાસકાંઠાના ગઢ ગામે પહોંચ્યાં, પાટીદારોએ ભવ્ય સ્વાગત કર્યુ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેશ પટેલે પાટોત્સવને લઈ પાટીદારોને આમંત્રણ આપ્યું

બનાસકાંઠાના ગઢ ગામની ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલે મુલાકાત લીધી હતી. જ્યા નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પાટોત્સવને લઈ નરેશ પટેલે પાટીદારોને આમંત્રણ આપ્યું હતું.

ખોડલધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાતમાં ગામડાઓ અને શહેરોમાં પાટોત્સવને લઈ આમંત્રણ આપવા ફરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ગઢ ગામે આજે નરેશ પટેલનું આગમન થતા જિલ્લાભરના પાટીદાર સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

નરેશ પટેલે પાટોત્સવમાં પધારવા સમગ્ર જિલ્લાના પાટીદારોને આમંત્રણ આપ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટોત્સવના આમંત્રણ માટે આજે ગઢ આવવાનું થયું છે. તેઓએ પેપર લીક બાબતને દુઃખ ગણાવી કસૂરવાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...