તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારની મધરાતથી ભીલડી અને ખીમાણા ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યુ હતું. ફાસ્ટેગની કડક અમલવારી માટે પોલીસ જવાનો ગોઠવી દેવાયા હતા. સવારથીજ વાહન ચાલકો સાથે જીભાજોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકોને પાછા મોકલી ફાસ્ટેગ લગાવવાની સૂચના આપવામાં આવી હતી ખીમાણાં ટોલ પર મોટાભાગના વાહન ચાલકોને ડબલ ટોલ ભરવા દેવાયા નહોતા અને ફાસ્ટેગ લગાવી દેવા ગાડી પરત કરાવી દેવાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્રારા વાહનોનો ટેક્સ વસૂલવા માટે અગાઉ ત્રણ વાર ફાસ્ટેગની અમલવારી શરૂ કરી હતી પરંતુ વાહન ચાલકોમાં જાગૃતિના અભાવે ફાસ્ટેગની મરજિયાત અમલવારી શરૂ કરાઇ હતી જેમાં જિલ્લાના ટોલ બુથ પરથી પસાર થતા 80 ટકા વાહનોનું ફાસ્ટેગ રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. દરમિયાન સરકાર દ્રારા 15 ફેબ્રુઆરી સોમવાર રાતથી ફાસ્ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લામાં ખેમાણાં અને ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલા ટોલ પ્લાઝા પર ફરજીયાત ફાસ્ટેગના કડક અમલ માટે પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી.
લોકલ વાહનોને વારંવાર ફાસ્ટેગમાં દંડાવું ન પડે તે માટે 20 કિલોમીટરની ત્રિજ્યામાં કાર જીપ જેવા વાહનો માટે માસિક રૂ.275ના પાસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે જે વાહનો સોમવારે સવારે પસાર થયા તેમાં જેમની પાસે ફાસ્ટેગ નહોતા તેમની પાસેથી ડબલ ટોલના 120 વસૂલવાના બદલે 100 રૂપિયાનું ફાસ્ટેગ કાર્ડ લેવા મનાવી પાછા વળાવ્યા હતા. જ્યાં બને તરફે જુદી જુદી એજન્સીઓ દ્વારા ફાસ્ટેગ કાર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. પાછા વળેલા એક રહીશએ જણાવ્યું કે "અમે આબુરોડથી અમારી કારમાં સ્ક્રિન એલર્જી માટે તબીબને મળવા માટે પાલનપુર આવી રહ્યા હતા. અમને પાછા વાળવામાં આવ્યા પણ હવે ફાસ્ટેગ કરાવી લઈશું.
ફાસ્ટેગમાં કેટેગરી પ્રમાણે ટેક્સ કપાશે
જીપ કાર માટે એક તરફના રૂ.60,
મીનીબસ ટેમ્પો જેવા વાહનો માટે રૂ.100,
બસ,ટ્રક, લકઝરી,ભારે વાહનો માટે રૂ.200 થી 395ના ટેકસની જોગવાઈ
એક કલાકમાં 20 ફાસ્ટેગ લગાવ્યા છે. ' જે વાહનોને ટોલ બૂથ પરથી પાછા વાળવામાં આવ્યા છે તેઓ અહીં ફાસ્ટ લગાવવા માટે આવી રહ્યા છે અત્યાર સુધી એક કલાકમાં 20 લોકોએ આરસી બુક અને આઈ કાર્ડ આપતા તેમણે ફાસ્ટેગ મેળવ્યા છે."
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.