સારવાર:કાણોદરના નવજાત બાળકને 108ની ટીમે BVM ઓક્સિજન આપી બચાવી લીધો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનની ઉણપથી બાળકના હાથ,પગ અને હોઠ ભૂરા-જાંબલી કલરના થઇ ગયા

પાલનપુર તાલુકાના કાણોદર ગામની એક મહિલાને પ્રસુતિ થયા બાદ નવજાત શિશુને ઓક્સિજનની ઉણપ હોવાથી શરીરનો રંગ જાંબલી થઇ ગયો હતો. જ્યાં પહોચેલી 108ની ટીમે વાનમાં જ તાત્કાલિક ઓક્સિજન આપી સારવાર આપતા નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.જેથી પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. બાદમાં શિશુને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના કાણોદર ગામની મહિલાને પ્રસુતિ બાદ નવજાત બાળકને ઓક્સિજનની ઉણપ હોવાથી શિશુના હાથ, પગ, હોઠના ભાગ ભૂરા જાંબલી કલરના થઈ ગયા હતા. જેને લઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો.

ત્યારે કાણોદર 108ની ટીમને જાણ કરતા ટીમ દોડી આવીને શિશુને તપાસ કરતા માલુમ પડ્યું કે બાળકને BVM (બેગ વાલ્વ માસ્ક) ઓક્સિજનની જરૂરિયાત હોવાથી તાત્કાલિક 108ની ટીમના ડ્રાઈવર ભરતભાઈ પ્રજાપતિ અને ઈએમટી વિક્રમ પરમારે તાત્કાલિક નવજાત શિશુને ઓક્સિજન આપીને અન્ય સારવાર કરતા નવજાત શિશુના શરીરનો રંગ બદલાતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. જેને લઈ પરિવારે 108ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ શિશુને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...