સારવાર:કાણોદર 108 ટીમે કુત્રિમ શ્વાસ આપી હૃદય ધબકતું કરી નવજાત શિશુનો જીવ બચાવ્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
108ની ટીમે નવજાત શિશુનું બંધ થયેલું હૃદય ફરીથી ધબકતું કર્યું હતું. - Divya Bhaskar
108ની ટીમે નવજાત શિશુનું બંધ થયેલું હૃદય ફરીથી ધબકતું કર્યું હતું.
  • મજાદર ગામની મહિલાને છાપી ખાનગી હોસ્પિટલમાં દીકરો જન્મ્યો હતો

વડગામ તાલુકાના મજાદર ગામની સલીમાબેન માહજનને રવિવારે છાપીની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરવામાં આવી હતી.પરંતુ પ્રસૂતિ બાદ જન્મેલ દીકરાના હૃદય તેમજ ધબકારા બંધ થઈ જતા પરિવારે 108 ટીમની મદદ લીધી હતી ત્યારે કાણોદર 108ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી નવજાત શિશુને CPR મશીન દ્વારા મોઢામાં પંપીંગ કરી તેમજ બાળકના જાગમાં ઇન્જેક્શન આપી ફરીથી બાળકનું હૃદય શરૂ કર્યું હતું.

કાણોદર EMT વિક્રમ પરમારે જણાવ્યું કે હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ જન્મેલ બાળકનું હૃદય તેમજ ધબકારા બંધ હતા.જેથી તાત્કાલિક BVM મશીનથી બાળકને કૃત્રિમ શ્વાસ આપી CPR મશીન (હૃદય,ફેફસાને રિસ્ટાર્ટ કરે છે)થી બાળકનું હૃદય ફરીથી ધબકતું કર્યું હતું.બાળકને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા.પરિવારે 108ના પાયલોટ ગુલાબસિંહ બારડ,EMT વિક્રમ પરમારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...