ચોરી:જુનાડીસાનો પરિવાર પિતાની સારવાર માટે પાલનપુર ગયો, તસ્કરો ઘર સાફ કરી ફરાર

જુનાડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રોકડ ઘરેણાં સહિત 2.79 લાખની મત્તા ચોરી ગયા

જુનાડીસાનો એક પરિવાર પોતાના પિતાની સારવાર માટે ગયેલો ત્યારે શનિવારે મોડી રાતે ચોરોએ બંધ મકાનમાં તિજોરીમાંથી રોકડ રકમ,ઘરેણા સહિત 2.79 લાખના મત્તાની ચોરી થતા ફરિયાદ નોંધાવી હતી.

જુનાડીસાના રાજપુર દરવાજા પાસે રહેતા મહંમદ હનીફ અકબરખાન મંડોરીના પિતાની તબિયત સારી ન હોવાથી પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ હતા ત્યારે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી શનિવારે મોડી રાત્રે મકાનની ઘુસી ને તિજોરીમાં પડેલ રોકડ રકમ રૂ.2,04,000, અઢી તોલા સોનાના દાગીના રૂ.75000 એમ મળી કુલ રૂ.2,79 લાખના માતાની ચોરી થતાં મહમદહનીફ મંડોરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...