ધાર્મિક કાર્યક્રમ:ડીસાના ઝબડીયા ગામે જોગણી માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ, પ્રથમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારનારા ભક્તો માટે સતત બે દિવસ સુધી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થાં કરાઈ

ડીસા તાલુકાના ઝબડીયા ગામે શ્રી જોગણી માતાજીનો બે દિવસ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભના આજે પ્રથમ દિવસે ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારનારા ભક્તો માટે સતત બે દિવસ સુધી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થાં કરવામાં આવી છે. મહેમાનોને તકલીફ ન પડે તે માટે સ્વયં સેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે.

હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે, ત્યારે આજે ડીસા તાલુકાના ઝબડીયાગામે શ્રી જોગણી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે યજ્ઞ કરાયા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં જાબડીયા ગામના તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો જોડાઈ ભક્તિમય બન્યા હતા. જબડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શ્રી જોગણી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મંદિરનો બે દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય સ્થાપન અને યજ્ઞ યોજાયો હતો. તેમજ ગામમાં વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ભક્તો માટે સતત બે દિવસ સુધી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...