તસ્કરી:પાલનપુરમાં ટ્રેનમાં સૂતેલી મહિલાના દાગીના- રોકડ ભરેલી બેગની ચોરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેગ્લોરની મહિલાની સોનાની વીંટી, ચાંદીની અંગૂઠી, મોબાઈલ સહિત રૂ.15,300ના મુદ્દામાલ ભરેલી બેગ અજાણ્યો શખ્સ ચોરી ભાગી ગયો

રાજસ્થાનથી એક પરિવાર બેગ્લોર જઈ રહ્યો હતો તે દરમિયાન પાલનપુર રેલવે સ્ટેશન નજીક સૂતેલી મહિલાના માથા નીચે મુકેલી રૂપિયા 15,300ના દાગીના- રોકડ ભરેલી બેગની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે તેણીએ પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેગ્લોરની ધનલક્ષી પ્રકાશનગરનો પરિવાર રવિવારે પોતાના પરિવાર સાથે રાજસ્થાન નાગોર થી બેગ્લોર જવા માટે બિકાનેર યશવંતપૂર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યાં પાલનપુર નજીક વંદનાબેન પ્રકાશભાઈ જૈન સૂઇ રહ્યા ત્યારે તેમના માથા નીચે મુકેલા સોનાની વીંટી, ચાંદીની અંગૂઠી, મોબાઈલ સહિત રૂ.15,3000 મુદ્દામાલ ભરેલી બેગ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે તેણીએ પાલનપુર રેલવે સ્ટેશનેના જીઆરપીના જવાનને જાણ કર્યા બાદ પાલનપુર રેલવે પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...