બીજી લહેરમાં હાહાકાર સર્જનાર ડેલ્ટા વેરીયન્ટના કેસો ત્રીજી લહેરમાં પણ જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગને ધ્યાને આવ્યું છે કે સંક્રમિત થનાર કેટલાક કેસોમાં ડેલ્ટા વેરિયન્ટ પણ છે. જોકે સારી બાબત એ છે કે વેક્સિનના 2 ડોઝ મોટાભાગના લોકોના લેવાઈ ગયા હોવાથી સંક્રમિત દર્દીને મુશ્કેલીઓ ઓછી પડી રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. બુધવારે દાંતીવાડા અને મોરિયામાંથી આવેલા રીઝલ્ટમાં કાશ્મીરથી ગોલગામ આવેલો જવાન અને પાલનપુરના એક જ પરિવારના ત્રણ સહિત જિલ્લામાં જુદા જુદા 11 તાલુકાઓ 53 કેસ ત્રીજી લહેરમાં પહેલીવાર સામે આવ્યા છે. જેમાં 38 પુરુષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે. સંક્રમિતો માં 16 વર્ષના વિદ્યાર્થી થી લઈ સિત્તેર વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.
એપેડેમીક ઓફીસર ડો નરેશ ગર્ગે જણાવ્યું હતું કે " નવા આવેલા કેસોમાં પાલનપુર 23 દાંતા 9 ડીસા 6 લાખણી 3 ધાનેરા કાંકરેજ દિયોદર વડગામ દાંતીવાડા 2-2 જ્યારે થરાદ-વાવમાં 1-1 કેસો આવ્યા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ 136 છે જેમાં પાલનપુર 63, ડીસા 33, દાંતા11, દાંતીવાડા 7, વડગામ 5 કાંકરેજ 4, લાખણી 4,ભાભર 2, દિયોદર 2, ધાનેરા 2, થરાદ 1, વાવ 1 અને અમીરગઢ 1 નો સમાવેશ થાય છે. જિલ્લામાં આરટીપીસીઆર 3148 અને એન્ટીજનના 1135 મળી કુલ 4283 સેમ્પલ લેવાયા હતા જેમાં 53 પોઝિટિવ આવ્યા છે. બુધવારે 10 કોરોના મુક્ત થયા છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.