તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાલનપુરમાં જનતા કર્ફ્યુ 2 મે સુધી,ડીસા ત્રણ દિવસ બાદ 10 દિવસનું લોકડાઉન

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં સવારે 6 થી 9 દૂધના પાર્લર ચાલુ રહશે,મેડીકલ આખો દિવસ ચાલુ રહશે

પાલનપુર પાલિકા ખાતે સોમવારે પ્રાંત અધિકારી, ડીવાયએસપી, ચીફ ઓફિસર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ વિવિધ એસોસિએશનના હોદેદારો તેમજ સિવિલ સોસાયટીના આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં પાલનપુર ખાતે સ્વૈચ્છીક લોક ડાઉન અને જનતા કરફ્યુ તા.2 મે સુધી લંબાવવાનું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે.જેમાં રાબેતા મુજબ સવારે 6 થી 9 સુધી દૂધના પાર્લર,શાકભાજી અને ફળળફળાદિ ના ફેરીયા ચાલુ રાખી શકશે.જ્યારે મેડીકલ આખો દિવસ ચાલુ રહશે.

જ્યારે ડીસામાં પાલિકા ખાતે સોમવારે ધારાસભ્ય, પ્રમુખ અને ડીસા શહેરના વિવિધ વેપારી સંગઠનના હોદેદારોની બેઠક યોજાઇ હતી. ચાર દિવસના લોકડાઉન બાદ મંગળવાર, બુધવાર અને ગુરૂવાર સુધી ત્રણ દિવસ બજાર ચાલું રહેશે. જયારે ત્રણ દિવસ બાદ 10 દિવસનું વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...