પાલનપુરમાં 16હજાર છાત્રોના 4.38 કરોડ ઉઘરાવનાર જયપુરના ઠગ દંપતીએ આંધ્ર પ્રદેશમાં કરોડોની છેતરપીંડી આચરનારનું દેશવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. આંધ્રપ્રદેશના જુદા-જુદા 5 પોલીસ મથકોમાં ચીટર ટોળકી સામે ગુના નોંધાયા છે.
નકલી CSR પ્રોજેકટ ઉભો કરી ગુજરાતના 16 હજાર છાત્રોને છેતરી 4.38 કરોડ ઉઘરાવી જયપુરના ઠગ દંપતીએ પાલનપુરમાં સીવણવર્ગ કૌભાંડ આચરતા પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. રાજ્યના કેટલાક સેંટર્સ પર 6 મહિનાના સીવણ કલાસ ચલાવ્યા હતા 13 કરોડના મહાકૌભાંડી જયપુરના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ યાદવ અને પત્ની પૂનમ ભુપેન્દ્રસિંહ યાદવસહિત અન્ય 3ને દોઢ વર્ષે પાલનપુર ડીવાયએસપી સુશીલકુમાર અગ્રવાલે 17 મેના રોજ જયપુરથી દબોચી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદીએ પાલનપુર એ એસ પી સુશીલ અગ્રવાલને રજુઆત કરતા તેમણે અસરકારક કામગીરી કરી આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ યાદવ અને પત્ની પૂનમ ભુપેન્દ્રસિંહ યાદવની અટકાયત અમદાવાદની કોર્ટમાં રજૂ કરી જેલના સળીયા પાછળ ધકેલ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.