સાધુ-સાધ્વીની મિલીભગત:પાલીતાણાના જૈન મહારાજનું ફેસબુક ID બનાવી મહિલા સાથેના અશ્લીલ ફોટા મૂકાયાં

છાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિહાર વખતે તેમને મારી નાંખવાનું ષડયંત્ર રચાયું હોવાની છાપી પોલીસ મથકે ફરિયાદ
  • વડગામના મગરવાડા મંદિરના ગાદીપતિએ નકલી આઈડી બનાવનાર પાલિતાણાના સાધ્વી-સાધુ સહિત 3 સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી

પાલીતાણાના વિમલગચ્છના ગચ્છાધિપતિ પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ઉર્ફૈ ભાઈ મહારાજનું નકલી ફેસબુક આઇડી બનાવી મહિલા સાથેના અશ્વિલ ફોટા મુકવામાં આવ્યા હતા. તેમજ વિહાર વખતે તેમને મારી નાંખવાનું ષડયંત્ર રચાયું હોવાની ફરિયાદ મગરવાડા મંદિરના ગાદીપતિએ પાલિતાણાના સાધ્વી- સાધુ સહિત ત્રણ સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલીતાણામાં વિમલગચ્છના ગચ્છાધિપતિભાઈ મહારાજના નામથી જાણીતા પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ઉર્ફૈ ભાઈ મહારાજ સાહેબના નામનું બે સાથી મ.સા. દ્વારા ફેસબુક ઉપર ફેક આઈ.ડી.બનાવી અશ્લીલ ફોટો અપલોડ કરી બદનામ કરવાનો હીન પ્રયાસ કરવાની ઘટના સામે આવતાં જૈન ધર્મ સહિત ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

આ ઘટનાને લઈ મગરવાડા મંદિરના ગાદીપતિ વિજયસોમજી મ.સા.અે ફેક આઈડી બનાવનાર સાધ્વી નિધિપૂર્ણાશ્રીજી, પ્રીતેશ વિમલજી આચાર્ય (બન્ને રહે. પાર્શ્વનાથ ધર્મશાળા પાલિતણા) તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ છાપી પોલીસે સમગ્ર બનાવની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી સાધ્વી અને સાધુની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા
પાલીતાણામાં વિમલગચ્છના ગચ્છાધિપતિભાઈ મહારાજના નામથી જાણીતા પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ઉર્ફૈ ભાઈ મહારાજ સાહેબના નામનું બે સાથી મ.સા. દ્રારા ફેસબુક ઉપર ફેક આઈ.ડી.બનાવી અશ્લીલ ફોટો અપલોડ કરી બદનામ કરવાનો હીન પ્રયાસની ઘટનામાં પોલીસે સાધ્વી નિધિપૂર્ણાશ્રીજી, પ્રીતેશ વિમલજી આચાર્ય (બન્ને રહે. પાર્શ્વનાથ ધર્મશાળા પાલિતણા) ની અટકાયત કરી હતી. જે બન્નેને વડગામ કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં ન્યાયાધીશે જામીન ઉપર મુક્ત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અકસ્માત કરી મારી નાખવાની સાઝિશ
પાલીતાણાના સાધ્વી, સાધુએ ફેક આઈડી ઉપર અશ્લીલ ફોટા અપલોડ કરવા સાથે એક ઓડીઓ પણ સામે આવ્યો છે. જેમાં વિહાર દરમિયાન ભાઈ મહારાજ સાહેબને અકસ્માત કરી જાનથી મારી નાખવાની કથિત સંવાદ થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વિમલ ગચ્છના ગચ્છાધિપતીના પદેથી હટાવવા માટે હિનકૃત્ય કરાયું છે
વિમલ ગચ્છના ગચ્છાધિપતિ પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ભાઈ મહારાજ સાહેબને ગચ્છાધિપતિના પદેથી હટાવવા માટે સમગ્ર ષડયંત્ર રચ્યું છે. જેમાં તેમનું ખોટુ ફેસબુક આઇડી બનાવ્યું છે. તેમજ અકસ્માત કરી મારી નાંખવાની સાઝિશ પણ થઇ છે. જેથી સાઝિશ રચનારા લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. - વિજયસોમજી મહારાજ સાહેબ, મગરવાડા ગાદીપતિ

મહારાજ સાહેબ વિહાર કરી ધાનેરાના ખીંમત જવાના છે
પાલીતાણા વિમલ ગચ્છાધિપતિ મહારાજ સાહેબ ભાઈ મહારાજ વર્તમાન સમયે વિહાર કરી રહ્યા છે જેઓ ધાનેરા તાલુકાના ખીમત જવાના હોવાનું વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...