તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટના ઇરાદે હત્યા:સિરોહીના પીમ્પ્લેશ્વર મહાદેવના મહંતની હત્યા બાલુન્દ્રાના યુવકે કરી હોવાનું ખૂલ્યું

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિરોહી પોલીસે બે શખ્સની અટકાયત કરી
 • પાલનપુરથી ફરાર આરોપીએ રાજ.માં અનેક બાઈક એક્ટિવા ઉઠાવ્યા, મંદિર અને દરગાહમાં ચોરી કરી ડઝનથી વધુ ગુન્હાના ભેદ ઉકેલાયા

રાજસ્થાનના સિરોહીમાં આવેલા પીમ્પ્લેશ્વર મહાદેવ મંદિરના મહંતની 15 દિવસ પહેલા હત્યા થઈ હતી જે અમીરગઢના બાલુન્દ્રા ગામના યુવકે કરી હોવાનું સામે આવ્યું છે. અમીરગઢની ચોરીના ગુન્હામાં અટકાયત કરાતા પૂર્વે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઇસ્લામ સુમરા નામના યુવકને 26 ડિસે. કોવિડ વોર્ડમાં ભર્તી કરાયો હતો જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો અને સાથીદાર સાથે મળી રાજસ્થાનમાં ચોરીઓની ઘટનાને અંજામ આપતો હતો દરમિયાન લૂંટના ઇરાદે હત્યા કરી દીધી હતી. સિરોહી પોલીસે બન્નેની અટકાયત કરી હતી.

સિરોહી જિલ્લાના બેરાવિલપુર ગામમાં પીપળેશ્વર મહાદેવ મંદિરમાં 1 ફેબ્રુઆરીના બપોરના સમયે ચોરી કરવાના ઇરાદે મંદિરમાં બે યુવકો ઘૂસ્યા દરમિયાન મંદિરના મહંત ભાગીરથગીરીએ પ્રતિકાર કરતા તેમના માથામાં ગંભીર ઇજા પહોંચાડી મંદિરમાંથી લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન આબુરોડ માં બાઈક ચોરીના ગુનામાં ઇસ્લામ મહિલાની અટકાયત કરતાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે ડઝનથી વધુ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા હતા.

રાજસ્થાન પોલીસના સ્વરૂપગંજ ઉપનિરીક્ષક છગનલાલ ડાંગી એ જણાવ્યું હતું કે "આબુરોડમાં 9 તારીખે સંતોષ સોનીનું બાઈક ચોરાયું હતું જે બાબતે તપાસ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઇસ્લામને ઝડપી લીધો હતો. જે બાદ તેની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉપરાંત ડઝનથી વધુ ચોરીના ગુના ઉકેલાઈ ગયા છે. આ આરોપી અત્યંત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેણે રાજસ્થાન સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો